શોધખોળ કરો
Advertisement
મધ્ય ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો હાહાકારઃ વધુ આઠ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
આજે મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના કુલ કેસનો આંકડો 120 એ પહોંચી ગયો છે.
લુણાવાડાઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા, ત્યારે હવે મહીસાગર જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે આજે મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાના કુલ કેસનો આંકડો 120 એ પહોંચી ગયો છે.
આજે કડાણા તાલુકામાં 3, લુણાવાડામાં 1, ખાનપુરમાં 1, બાલાસિનારમાં 2 અને સંતરામપુરમાં એક કેસ નોંધાયો છે. ગઈ કાલે પણ મહીસાગર જિલ્લામાં કોરોનાના 18 કેસ નોંધાયા હતા. આમ જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેને કારણે લોકો ચિંતિત છે.
આજે નોંધાયેલા કોરોનાના કેસ
કડાણા-3
૧) 32 વર્ષીય પુરુષ
૨) 28 વર્ષીય પુરુષ
૩) 40 વર્ષીય પુરુષ
લુણાવાડા-1
૧) 23 વર્ષીય મહિલા
ખાનપુર-1
૧) 30 વર્ષીય પુરુષ
બાલાસિનોર-2
૧) 22 વર્ષીય મહિલા
૨) 22 વર્ષીય મહિલા
સંતરામપુર-1
૧) 53 વર્ષીય પુરુષ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion