શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ પાદરા શાકમાર્કેટના વેપારીઓ બની રહ્યા છે કોરોનાગ્રસ્ત, આજે કેટલાને લાગ્યો ચેપ? જાણો વિગત
આજે વડોદરા જિલ્લાના પાદરામાં વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. આ સાથે પાદરામાં કોરોનાના કુલ 42 કેસ થઈ ગયા છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોનાના સૌથી વધુ કેસો છે. ત્યારે આજે વડોદરા જિલ્લાના પાદરામાં વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. આ સાથે પાદરામાં કોરોનાના કુલ 42 કેસ થઈ ગયા છે. આમાં પણ મોટાભાગના વેપારીઓ છે. જેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.
આજે પણ શાકમાર્કેટના વેપારીઓ કોરોનાનો ભોગ બન્યા છે. આજે આવેલા પાંચ કેસની વિગતો જાણીએ તો રામશેરીમાં 2 કેસ, સંતોષપુરીમાં 1, રાણાવાસમાં 1 કેસ અને શકરપાર્કમાં 1 કેસ નોંધાયો છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 517 એક્ટિવ કેસ હતા. જ્યારે 1076 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 45 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રાઇમ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion