Vadodara Boat Tragedy: હરણી બોટ દુર્ઘટના મામલે બે આરોપીની ધરપકડ,મુખ્ય આરોપી પરેશ શાહ ફરાર, 10 દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ
Vadodara Boat Tragedy: વડોદરા બોટ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. જો કે, મુખ્ય કોંટ્રાક્ટર પરેશ શાહ હજુ પણ ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ટીમે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે.

Vadodara Boat Tragedy: વડોદરા બોટ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. જો કે, મુખ્ય કોંટ્રાક્ટર પરેશ શાહ હજુ પણ ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ટીમે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. હરણી લેક ઝોનના ઘટના પાસેના CCTV આધારે તપાસ ચાલી રહી છે.
હરણી તળાવની દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ ઘટનાની વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
આ દુર્ઘટનામાં થયેલ બેદરકારી અક્ષમ્ય છે. કયા સંજોગોમાં, કયા કારણોથી અને કોની બેજવાબદારીના લીધે આ ઘટના બની તેની તપાસ કરવામાં આવશે.
10 દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા સૂચના આપી
9 ટીમો દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે. હાલમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં બીજા આરોપીઓની પણ ધરપકડ કરાશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ કર્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટને વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે.
કયા સંજોગોમાં, કયા કારણોસર બનાવ બન્યો તેની તપાસ થશે. પ્રશાસન, ઈજારદાર અન્ય કોઈની નિષ્કાળજી છે કે નહીં તેની તપાસ થશે. ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકાવવા જરૂરી પગલા લેવા સૂચના. ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે જિલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપી, જિલ્લા પ્રશાસન, પોલીસ, મનપાને તપાસમાં સહયોગ આપવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટી બાબત સામે આવી છે.
બોટિંગની બુકિંગ ઓફિસમાં મોટી સંખ્યામાં સેફ્ટી જેકેટનો ઢગલો જોવા મળ્યો છે. પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી સેફટી જેકેટ માત્ર ઓફિસમાં શોભા ના ગાંઠિયા સમાન જોવા મળ્યા. બુકિંગ ઓફિસ પાસે એક સીસીટીવી કેમેરા લાગેલ જોવા મળ્યો જોકે કાર્યરત છે કે બંધ તે પણ એક સવાલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નુ પાલન કરવામાં બેદરકારી દાખવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય બે સવારી બોટોમાં ઓબીએમ મશીન લાગેલું જોવા મળ્યું.
વડોદરા દુર્ઘટનાને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન
બોટના કોંટ્રાક્ટરની આ ભૂલ નથી, આ બેદરકારી છે. માત્ર 10 લોકોને જ સેફ્ટી જેકેટ પહેરાવ્યા હતા. જેમને સેફ્ટી જેકેટ નહોતા પહેરાવ્યા તેમના જીવ ગયા. આ દુર્ઘટના માટે પ્રાથમિક રીતે બોટ કોંટ્રાક્ટર જ જવાબદાર.
વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 18, 2024
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું.…
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
