શોધખોળ કરો

Vadodara : 12 સાયન્સમાં ભણતી ડોક્ટરની દીકરીને થઈ ગયો પ્રેમ, રાત્રે દોઢ વાગ્યે પ્રેમી સાથે કઈ રીતે ભાગી ? જાણો વિગત

ધોરણ ૧૨ સાયન્સમાં ભણતી વિદ્યાર્થિની ગત ૨૪ મી તારીખે રાતે પોણા એક વાગ્યા સુધી વાંચતી હતી. આ પછી રૂમની લાઇટો બંધ  કરીને તે પોતાની રૂમમાં સૂઇ ગઇ હતી. પરિવારના સભ્યો પણ અન્ય રૂમમાં સુઇ  ગયા  હતા. દરમિયાન રાતે દોઢ વાગ્યે દરવાજાની ગ્રીલનો અવાજ આવતા ચોર આવ્યા હોવાનુ માનીને તેની દાદી  જાગી ગઇ  હતી. તેમણે ઉપરના માળે જઇને જોયું તો તેમની પૌત્રી રૂમમાં નહતી.

Vadodara :  શહેર નજીકના એક ગામમાં દવાખાનું ચલાવતા ડોક્ટર(Vadodara Doctor0ની ધોરણ 12 સાયન્સ( 12th science)માં અભ્યાસ કરતી દીકરી સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે ભાગી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશન(Vadodara Police station)માં નોંધાઇ છે. વિદ્યાર્થિની  પોતાની સાથે પરિવારના દાગીના અને બેન્કનું એટીએમ કાર્ડ પણ લઇ ગઇ છે.

ધોરણ ૧૨ સાયન્સમાં ભણતી વિદ્યાર્થિની ગત ૨૪ મી તારીખે રાતે પોણા એક વાગ્યા સુધી વાંચતી હતી. આ પછી રૂમની લાઇટો બંધ  કરીને તે પોતાની રૂમમાં સૂઇ ગઇ હતી. પરિવારના સભ્યો પણ અન્ય રૂમમાં સુઇ  ગયા  હતા. દરમિયાન રાતે દોઢ વાગ્યે દરવાજાની ગ્રીલનો અવાજ આવતા ચોર આવ્યા હોવાનુ માનીને તેની દાદી  જાગી ગઇ  હતી. તેમણે ઉપરના માળે જઇને જોયું તો તેમની પૌત્રી રૂમમાં નહતી.

આથી પરિવારજનો ગભરાઇ ગયા હતા.વિદ્યાર્થિનીના પિતા ગામડામાં દવાખાનુ ચલાવતા હોય તેઓ ગામડે હતા. તેમને બનાવની જાણ કરાતા તેઓ પણ રાતે વડોદરા આવી ગયા હતા. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે સ્થળોએ તપાસ કરતા તે મળી આવી નહતી. તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, તેમની પુત્રી તેની સાથે ભણતા બે છોકરાઓ સાથે ફરતી હતી. ઘરમાં તપાસ કરતા સામાજિક પ્રસંગે પહેરવા લાવેલા દાગીના, બેન્કનું એટીએમ કાર્ડ પણ ગુમ હતા. આ વસ્તુઓ વિદ્યાર્થિની પોતાની સાથે લઇ ગઇ હોવાની શંકા પરિવારે વ્યકત કરી છે.

તેની સાથે ભણતો છોકરો લગ્નની લાલચ આપીને વિદ્યાર્થિનીને ભગાડી ગયો હોવાની ફરિયાદ તેની માતાએ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાવી છે.

Vadodara : વિધવા યુવતીને સાસરિયાંએ પાડી સસરા સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ, સસરા ગંદા ઈશારા કરી શું કહેતા ? 

વડોદરા :  પતિના મોત પછી સાસરીમાં રહેતી વિધવા યુવતીને હેરાન કરતા સાસરિયાઓ દ્વારા પિયરમાંથી દસ લાખ લઇ આવવા માટે અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો. તેમજ સસરા અને દિયર દ્વારા બીભત્સ માંગણી કરાતી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા(Vadodara)ના હાથીખાના વિસ્તારમાં રહેતી પરિણીતાના પતિનું વર્ષ ૨૦૧૫ માં અવસાન થયુ  હતુ. ત્યારબાદ બે સંતાનો સાથે સાસરીમાં રહેતી પરિણીતા પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારાતો હતો. નાની બાબતોમાં ઝઘડો કરી માર મારી પિયરમાંથી ૧૦ લાખ  રૂપિયા લઇ આવવાનું દબાણ કરાતુ હતુ. 

સાસરીવાળાનો ત્રાસ આટલેથી અટક્યો નહોતો. રાતે તેના બેડરૂમની ચાવી છીનવી લઇ પરિણીતાને તેના સસરા સાથે સુવાની ફરજ  પડાતી હતી. સસરા અશ્લીલ સાંકેતિક ઇશારા કરીને કહેતા હતા કે, તારો  પતિ મરી ગયો છે. પણ હું હજી જીવુ છું. પરિણીતાને તેના દિયર દ્વારા પણ આ રીતે  હેરાન કરાતી હતી. આ અંગે  પરિણીતાએ સિટિ પોલીસ સ્ટેશન(Vadodara city police staion)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ  હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget