વડોદરાઃ 19 વર્ષીય યુવતીને બનેવી સાથે શરીર સંબંધ બંધાતાં થઈ ગઈ પ્રેગનન્ટ, બનેવીએ છૂટવા કઈ રીતે કરી નાંખી હત્યા ?
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચે આપેલી માહિતી પ્રમાણે 24 માર્ચે ડભોઈના મંડાળા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી તેના પિતા સાથે મંડાળાથી પીસઈ જતા રોડની બાજુમાં આવેલા ખેતરમાં બપોરે 2 વાગે દીવેલા કાપવા ગઈ ગતી.
વડોદરાઃ વડોદરા જિલ્લાના ડભોઇમાં 19 વર્ષીય યુવતીની હત્યાના કેસમાં મોટો ધડાકો થયો છે. યુવતીને પોતાના જ બનેવી સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને ચોરીછૂપીથી શરીર સુખ માણતાં હતાં. તેના કારણે યુવતી પ્રેગનન્ટ થઈ જતાં બનેવી પર લગ્ન કરવા દબાણ કરતી હતી. બનેવીએ છૂટકારો મળવવા સાળીને ખેતરમાં બોલાવીને હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું છે.
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાંચે આપેલી માહિતી પ્રમાણે 24 માર્ચે ડભોઈના મંડાળા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી તેના પિતા સાથે મંડાળાથી પીસઈ જતા રોડની બાજુમાં આવેલા ખેતરમાં બપોરે 2 વાગે દીવેલા કાપવા ગઈ ગતી. થોડા સમય પછી યુવતી રોડની સામેની બાજુમાં આવેલા દીવેલાના ખેતરમાં કુદરતી હાજતે જવાનું કહીને નિકળી પછી પાછી ફરી ન હતી. 25 માર્ચે બપોરે 1 વાગે યુવતીની લાશ મંડાળા ગામના દીપક કાંતિભાઈ પટેલના ખેતર પાસે પડેલી મળી હતી. યુવતીના ગળામાં દુપટ્ટો કસોકસ બાંધેલો હતો.
આ અંગે પોલીસે મૃતકના સ્વજનોની પૂછપરછ હાથ ધરતાં જાણવા મળ્યું કે, મૃતક યુવતીના બનેવી મુકેશ કુમજીભાઈ ડુંગરાભીલ 7 મહિના પહેલાં પોતાની પત્ની અને સાસુ-સસરા સાથે મંડાળા ગામની સીમમાં જશભાઈ પટેલના ખેતરમાં ખેતીકામ માટે ગયા હતા. ત્રણ મહિના બાદ વધુ માણસોની જરૂર હોવાથી બે નાની સાળીને પણ ખેતીકામ માટે બોલાવી હતી.
આ દરમિયાન એક સાળી સાથે મુકેશને શરીર સંબંધ બંધાતાં યુવતીને ગર્ભ રહી ગયો હતો. યુવતી તેના બનેવી મુકેશને અવાર-નવાર લગ્ન કરવાનું કહેતી હતી. લગ્ન નહીં કરે તો પિતાને જણાવી દઈશ તેમ કહીને ધંકી આપતી હતી તેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો.
આ ઝગડાથી કંટાળીને મુકેશ ડુંગરાભીલે સાળને મારી નાખવાનું નક્કી કર્યું હતું. તેને ચોરી છૂપીથી ખેતરમાં બોલાવીને તેનું ગળુ દબાવી અને દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યારા મુકેશ ડુંગરાભીલની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.