શોધખોળ કરો
Advertisement
વડોદરામાં યુવતીના લફરામાં બ્લેકના વ્હાઈટ કરવા જતા 2.15 કરોડમાં લૂટાયો યુવક
વડોદરા: કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી કરવામાં આવ્યા બાદ બ્લેકનાં નાણાં વ્હાઇટ કરી આપવાના નામે છેતરપિંડી-લૂંટના ઘટનાઓ શરૂ થઇ ગઇ છે. 1 ટકામાં 2.15 કરોડ વડોદરામાં વ્હાઇટ કરવા માટે આવેલા ભરૂચના વેપારીને વડોદરાની ગુન્હાહીત ઇતિહાસ ધરાવતી ટોળકીએ ક્રાઇમ બ્રાંચની પોલીસ હોવાનો રૂઆબ છાંટી રિવોલ્વર અને ચાકૂની અણીએ લૂંટી લેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં યુવતી સહિત 8ની સંડોવણી બહાર આવી છે. ચોકાવનારી બાબત તો એ છે કે, 3 દિવસ પહેલાં પકડાયેલો ભાજપા કાઉન્સિલર વિજય પવારના ભાઇ વૈકુંઠ પવાર પાસેથી જે રૂપિયા 31 લાખ પકડાયા હતા. તે રકમ ભરૂચના વેપારીના લૂંટેલા રૂપિયા 2.15 કરોડમાંથી મળેલા ભાગની રકમ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચના રહેવાસી મિલીનભાઇ શાહ વડોદરા તથા ભરૂચમાં વિરાઇ કન્સલ્ટીંગ નામની ઓફિસ ધરાવે છે. સાથે જ ભરૂચ અને વડોદરાની કંપનીઓમાં લેબર સપ્લાયનો વ્યવસાય કરે છે. લેબરોને વ્હાઇટ નાણાંમાં પગાર ચૂકવવાનો હોવાથી તેઓએ તેમના એકાઉન્ટન્ટ સંજય રૂંગટાને કમિશનથી રૂપિયા 2.50 કરોડ વ્હાઇટ કરાવવાનું આયોજન કરવા માટે વાત કરી હતી. એકાઉન્ટન્ટે તેઓના વડોદરા ખાતે રહેતા મિત્ર રાકેશ શાહને વાત કરી હતી. 1 ટકા કમિશનમાં બ્લેકનું નાણું વ્હાઇટ કરી આપવા માટે જણાવતા ભરૂચનો વેપારી તૈયાર થઇ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement