Vadodara : ઓરસંગ નદીમાં પુત્રની નજર સામે જ પિતાને તાણી ગયો મગર, લોકોમાં ફેલાયો ફફડાટ
નિમાન ગામડીમાં ખેત મજૂરી કરતા સનાભાઇ માધાભાઈ વસાવા (ઉ.વ 47) ઓરસંગ નદીમાં લાપતા છે. ચાંદોદ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ પુરુષની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ડભોઇઃ ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસેના નિમાન ગામડી ગામે ઓરસંગ નદીમાં મગર એક પુરુષને તાણી જતાં લોકોમાં ફફડાડ ફેલાયો છે. ગામડી ગામે ઓરસંગ નદીમાં નહાવા ગયેલા પુરુષને મગર નદીમાં તાણી ગયો છે. નદી કાંઠે બેઠેલા પુત્રની નજર સામે જ મગર પિતાને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો.
નિમાન ગામડીમાં ખેત મજૂરી કરતા સનાભાઇ માધાભાઈ વસાવા (ઉ.વ 47) ઓરસંગ નદીમાં લાપતા છે. ચાંદોદ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો છે. ચાંદોદની નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ, વડોદરાની ડિઝાસ્ટર રેસ્ક્યુઅર ટૂકડી સહિત ડભોઈ વાઇલ્ડ લાઇફ ટીમની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નદીમાં ત્રણ મગર હોવાની આશંકા છે. વનવિભાગ દ્વારા મગરને પકડી પાડવા પાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું છે. થોડા મહિનાઓ અગાઉ પણ ગામડી નજીકના ફૂલવાડીના ઓરસંગ કિનારેથી મગરે એક આધેડનો શિકાર કર્યો હતો. માનવજાતને મગર શિકાર બનાવતા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, જળ સપાટી કેટલા મીટરે પહોંચી? જાણો વિગત
નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 6 કલાકમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 18968 ક્યુસેક પાણીની આવક થઈ છે. પાણીની જાવક 4736 ક્યુસેક છે. નર્મદા ડેમની જળ સપાટી 117.38 મીટર થઈ ગઈ છે. ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થઈ છે. નર્મદા ડેમમાં હાલ 4543.78 MCM લાઈવ સ્ટોરેજ છે.
કચ્છના ટપ્પર ડેમમાં એક માસમાં નર્મદાનું એક હજાર એમસીએફ્ટી પાણી ઠલવાશે. કચ્છમાં વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયો ખાલી તેવામાં પીવાના પાણીની ખપતને પહોંચી વળવા ટપ્પર ડેમમાં ચાલુ મહિનાના આરંભથી નર્મદાનું પાણી ઠલાવામાં આવશે. એક માસમાં એક હજાર મિલિયન ક્યુબીક ફીટ પાણી ટપ્પર ડેમમાં ભરવાનું આયોજન તંત્ર દ્વારા કરાયું. પૂર્વ કચ્છને પીવાના પાણી પૂરું પાડતા ટપ્પર ડેમની જળ સંગ્રહ કેપિસિટી ૧૭૨૫ મિલિયન ક્યુબીક ફીટ છે. ડેમની સપાટી ૫૪૦ એમસીએફ્ટી જેટલી હોતા આગામી સમયમાં પેયજળનો પ્રશ્ન પેદા ન થાયે માટે તે માટે નર્મદા પાણીથી ભરવાનું આયોજન કરાયું.
લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં ધરતી પુત્રોને રાહત મળી છે. હવામાન વિભાગે 14 સપ્ટેમ્બર સુધી વરસાદનની આગાહી કરી છે. લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય થતાં ધરતી પુત્રોને રાહત મળી છે. હવામાન વિભાગે 14 સપ્ટેમ્બર સુધી વરસાદનની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે,ઉલ્લેખનિય છે કે, રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
14 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં 14 સપ્ટેમ્બર સુધી રહેશે વરસાદી માહોલ.... આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. . અમદાવાદમાં હજુ વરસાદની 55 ટકા ઘટ છે. વર્તમાન સિઝનમાં માત્ર 10 ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં 14 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યાતના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં 49 ટકા વરસાદ
ગુજરાતમાં સતત ત્રણ દિવસથી ચાલતી મેઘકૃપા વચ્ચે કૃષિ સંકટ તથા પીવાના પાણીની સમસ્યા ઘણા અંશે હળવી થઈ છે. આ સાથે રાજ્યનો સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બે થી પાંચ ઈંચ જેટલો જ વરસાદ છે.
જો કે મેઘ મહેરથી કૃષિક્ષેત્ર પર સર્જાયેલુ સંકટ પણ ઘણા અંશે તણાઈ ગયુ છે. જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી કચ્છ, સહિતના લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદને કારણે સુકાતા ખરીફ પાકને નવજીવન મળી ગયું છે. નદી-નાળા-ડેમોમાં પણ નવા પાણી આવવાની સાથોસાથ તળ પણ જીવંત થતા ઘણી રાહત થઈ છે.