(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara : મકાનની લોન લેવા આવેલી યુવતી સાથે ઓફિસમાં ફાયનાન્સરે માણ્યું શરીરસુખ ને પછી તો....
આરોપી ફાયનાન્સરે પત્ની સાથે ડિસ્પુટ ચાલતા હોવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાઃ ફતેગંજના ફાયનાન્સરે મકાનની લોન લેવા આવેલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દસ-દસ વર્ષ સુધી પત્નીની જેમ રાખી એક સંતાનની માતા બનાવી તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પત્નીની જેમ રાખી છેલ્લે લગ્નનો ઇનકાર કરી દેતા યુવતીએ બલાત્કારની ફરિયાદ નોંધાવી છે. આરોપી ફાયનાન્સરે પત્ની સાથે ડિસ્પુટ ચાલતા હોવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઓપી રોડ વિસ્તારમાં રહેતી યુવતીના પિતાને વર્ષ 2011માં મકાનના રિનોવેશન માટે લોનની જરુર પડતાં ફાયનાન્સનો ધંધો કરતા મુળ પંજાબના રાકેશ ગોપાલદાસ શર્મા (રહે, આંગન ફ્લેટ , સલારામ મંદિર પાસે, સમા)નો સંપર્ક કર્યો હતો. આ સમયે યુવતી અને ફાયનાન્સર વચ્ચે વચ્ચે મિત્રતા થઇ હતી.
રાકેશ શર્મા ફતેગંજની ધ એમ્પરર બિલ્ડિંગમાં એમ એમ ફાયનાન્સ ચલાવે છે. બે સંતાનોના પિતા એવા રાકેશ પત્ની સાથે ફાવતું નથી. તેમજ તેને છૂટાછેડા આપવાના છે, તેમ કહી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. પહેલીવાર રાકેશે તેની જ ઓફિસમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ પછી તો બંનેએ તમામ હદ વટાવી દીધી હતી.
વર્ષ 2013માં રાકેશના કહેવાથી યુવતીએ એક ફ્લેટ લીધો હતો. જેમાં બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. અહીં બંને વચ્ચે અનેકવાર શારીરિક સંબંધો બંધાય હતા. આ સંબંધથી યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મ પછી રાકેશનું વર્તન બદલાઇ ગયું હતું તેમજ તે યુવતી સાથે ઝઘડા કરવા લાગ્યો હતો. તેમજ યુવતીએ લગ્ન માટે કહેતા તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. વર્ષ 2020માં યુવતી ગર્ભવતી થયા બાદ તેણે પુત્રને જન્મ આપ્યો હતો. રાકેશ તે પહેલાં બિઝનેસ સેટ કરવાના બહાને પંજાબ જતો રહ્યો હતો. જોકે, પુત્રનો જન્મ થતાં યુવતી પાસે વડોદરા આવ્યો હતો. યુવતીએ તેને લગ્નની વાત કરતાં રાકેશ ઉશ્કેરાયો હતો અને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
રાકેશે યુવતી અને તેના બાળકને મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેના પરિવારને પણ બદનામ કરવાની ધમકી આપી હતી. યુવતીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.