Vadodara: નર્મદા કેનાલમાંથી સગીરાની રહસ્યમય રીતે લાશ મળી આવતાં ખળભળાટ
દિકરી પરત ન ફરતા માતા-પિતાએ મોડી રાત સુઘી દિકરીની શોઘખોળ કરી હતી. આજે કેનાલમા કિશોરીની લાશ મળી આવતા પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. સગીરાના મોતના ઘેરાતા રહસ્યપરથી પોલીસ તપાસમા પડદો ઊંચકાશે.
વડોદરાઃ વાઘોડિયાના અડીરણ ગામની સગીરાનો નર્મદા કેનાલમાંથી રહસ્યમ સંગોજોમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ઘઈ છે. ફળીયામા આવેલ હેડપંપ પર પાણી ભરવા ગયેલી કિશોરીની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી છે. મોડી રાત સુઘી દિકરી પરત ન ફરતા માતા-પિતાએ મોડી રાત સુઘી દિકરીની શોઘખોળ કરી હતી. આજે કેનાલમા કિશોરીની લાશ મળી આવતા પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. સગીરાના મોતના ઘેરાતા રહસ્યપરથી પોલીસ તપાસમા પડદો ઊંચકાશે. જરોદ રેફરલ હોસ્પિટલમા પેસમોર્ટમ અર્થે બોડીને ખસેડવામાં આવી છે.
અન્ય એક ઘટનામાં, મહેસાણાના ભાસરીયા પાસેથી યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. મંડાલી ગામના યુવાનની લાશ મળી આવી છે. યુવાનના શરીર પર મૂઢ માર મારવાના નિશાન મળી આવ્યા છે. ત્યારે યુવાનની હત્યા થઈ હોવાની આશંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
જોકે, યુવક નિર્વસ્ત્ર હાલતમાં અહીં કેવી રીતે આવ્યો તેમજ તેની હત્યા થઈ છે તો કોણે અને કેમ કરી તે સમગ્ર પ્રશ્નોના જવાબ પોલીસ તપાસ પછી સામે આવી શકે છે. હાલ તો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.