Vadodara: તલાટી કમ મંત્રીના પરીક્ષાર્થી પર હુમલો, બસમાં બોલાચાલી થતાં સીટી બસના ડ્રાઇવરે હથિયાર કાઢી ગળામાં મારી દીધુ, ફરિયાદ દાખલ
તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલો ઉમેદવાર સાહિલ રાઠોડ અમદાવાદના બાપુનગરથી આજે પરીક્ષા આપવા માટે વડોદરા આવ્યો હતો.
Vadodara: રાજ્યમાં આજે ભારે સુરક્ષા વચ્ચે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ, આ દરમિયાન વડોદરામાંથી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે, અહીં એક સીટી બસના ડ્રાઇવરે અમદાવાદથી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે આવેલા એક પરીક્ષાર્થી પર હુમલો કરી દીધો હોવાના સમાચાર છે.
માહિતી પ્રમાણે, અમદાવાદથી સાહિલ રાઠોડ નામનો યુવાન તલાટી કમ મંત્રીન પરીક્ષા આપવા માટે વડોદરા પહોંચ્યો હતો. અહીં સીટી બસના દ્વારા સાથે બોલાચાલી થઇ જતાં બાદમાં ડ્રાઇવરે તેને ગાળાના ભાગે એક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.
તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલો ઉમેદવાર સાહિલ રાઠોડ અમદાવાદના બાપુનગરથી આજે પરીક્ષા આપવા માટે વડોદરા આવ્યો હતો. તે વાઘોડિયા પારુલ યૂનિવર્સિટી સુધી સીટી બસમાં જઈ રહ્યો હતો, લગભગ સવારે 10:45 વાગ્યાની આસપાસ વડોદરા પહોંચ્યા બાદ સાહિલ વડોદરાથી વાઘોડિયા સીટી બસમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવર સાથે બોલાચાલી થઇ હતી અને ડ્રાઈવરે તીક્ષ્ણ હથિયારથી સાહિલ રાઠોડના ગળાના ભાગે ઘા કરી દીધો હતો.
તીક્ષ્ણ હથિયારથી અચાનક હુમલો થતાં સાહિલ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને બાદમાં તેને સારવાર માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સયાજીગંજ પોલીસ મથકમાં આ બનાવ અંગે સીટી બસના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
Talati Exam: શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા
Talati Exam:પાંચ વર્ષના લાંબા ઇંતેજાર બાદ આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યા છે, જેની સામે 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પેપર એક કલાકનું છે. 12:30 સમયસર પરીક્ષા શરૂ થઇ ગઇ હતી જે 1:30 પૂર્ણ થશે. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઇ રહી છે.
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64, 400ઉમેદવારો પરીક્ષા આપી રહ્શેયાં છે . રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 ૪ પરીક્ષા કેન્દ્રોના 28814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં છે. કોઇ ગેરરીતિ ન થાય માટે દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવી હતી..