શોધખોળ કરો

વડોદરા હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસઃ આરોપી રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

રાજુ ભટ્ટ પીડિતાને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો.  ડવડેક એપાર્ટમેન્ટમાં શારીરિક સંબંધ બાંધ્યાની પણ કબૂલાત કરી હતી.  જોકે સહમતીથી સંબંધ બંધાયાનું રટણ રાજુ ભટ્ટ કરી રહ્યો છે. 

વડોદરાઃ ગોત્રી હાઈ પ્રોફાઇલ બળાત્કાર કેસમાં આરોપી રાજુ ભટ્ટને ક્રાઈમ બ્રાન્ચે  કોર્ટમાં રજૂ કર્યો હતો. તેમજ પોલીસે આરોપી રાજુ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 3 ઓકટોબર બપોરે 1 વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. 

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં મુદ્દા રજૂ કર્યા કે, 4 સપ્ટેમ્બરના રોજ રાજુએ દુષ્કર્મ કરેલું એ રૂમમાં સ્પાઈ કેમેરા લાગેલા હતા. કોણે લગાવ્યા હતા તે તપાસનો વિષય છે. 5 સપ્ટેમ્બરે દુષ્કર્મના ફોટા વાયરલ કરેલા એ કોણે કર્યા, સહારા ઇન્ડસ્ટ્રીઝ ડિલ મામલે પણ તપાસ કરવાની છે, કોને સાથે રાખી સમાધાન ના પ્રયાસ કર્યા , કોણે કોણે આશરો આપ્યો એ તાપસ કરવાની છે. 14 દિવસ ના રિમાન્ડની માંગ કરાઈ.

બીજી તરફ આરોપીના વકીલે દલીલ કરી કે, રિકન્સ્ટ્રકસન ક્યારે થાય ? આરોપી બળાત્કાર કરવાની વાત નકારી કાઢી છે તો 14 દિવસ ના રિમાન્ડ કેમ ? બળાત્કાર પહેલા સ્પાઈ કેમેરા કોણે લગાવ્યા ? તે પોલીસ એ શું તપાસ કરી. યુવતીએ તેના કપડાં ફાડી નાંખ્યાની અને માર મારયાની હકીકત પોલીસને જણાવી હતી.

પોલીસે રજૂઆત કરી કે, હાઈ પ્રોફાઈલ દુશ્કર્મ મામલામાં સહારા ઈન્ડસ્ટ્રીની જમીનનું કનેક્શન. યુવતીને સહારાની ડીલમાં ભાગ આપવાની લાલચ અપાઈ. આરોપીના વકીલે રજૂઆત કરી કે, રેકોર્ડિંગ શા માટે કર્યું, કોણે કર્યુ તે પોલીસે તપાસ કરી જ નથી. યુવતીને રાજુ ભટ્ટનો મોબાઈલ નંબર પણ ખબર નથી. આ ફોટા ફરીયાદીએ વાયરલ નથી કર્યા, કોણે ફોટા વાયરલ તે પોલીસે તપાસ કરવી જોઈએ. સહારાની ડિલ થઈ જ નથી. કોઈ પુરાવા યુવતીએ આપ્યા નથી. પોલીસને કેમ સહારાની ડિલમાં રસ છે. સહારા ડિલમાં રાજુ ભટ્ટને કોઈ જ લેવા દેવા નથી.

આ સાથે આરોપી રાજુ ભટ્ટના સ્પર્મ સેમ્પલ લઈને તપાસ માટે સુરત FSLમાં મોકલાયા છે. જૂનાગઢથી પકડાયા પછી પોલીસ પૂછપરછ માં આરોપી રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ અનેક કબૂલાત કરી છે. રાજુ ભટ્ટ પીડિતાને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો.  ડવડેક એપાર્ટમેન્ટમાં શારીરિક સંબંધ બાંધ્યાની પણ કબૂલાત કરી હતી.  જોકે સહમતીથી સંબંધ બંધાયાનું રટણ રાજુ ભટ્ટ કરી રહ્યો છે. 

વડોદરા શહેરથી દુર આજવા ચોકડી પર ડવડેક એપાર્ટમેન્ટ આવેલુ છે. આ સાથે હારમની હોટેલ અને નિસર્ગ ફ્લેટમાં પણ શારીરિક સંબંધ બાંધ્યાનો સ્વીકાર રાજુ ભટ્ટે પોલીસ સમક્ષ કર્યો છે. રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયા બાદ વડોદરા લવાયો હતો. આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરાશે, જે બાદ તમામ જગ્યાઓએ રિકન્સ્ટ્રકસન માટે લઈ જવાશે.

આરોપી રાજુ ભટ્ટને ભગાડવાનું કાવતરું રણોલીમાં ઘડાયું હતું. રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેટ્રોલ પંપ પર કાવતરું ઘડાયું હતું. રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયાની ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પેટ્રોલ પંપ પર મિટિંગ થઈ હતી. મિટીંગમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાછળથી જોડાયા હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલાની પતાવટ કરવા પણ મયંક બ્રહ્મભટ્ટને કહ્યું હતું. પોલીસ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આરોપી બનાવશે કે નહિ? તે ચર્ચાનો વિષય છે. 

બીજી તરફ પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે SITની રચના કરી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં મહિલા અધિકારી સહિત ત્રણ ACPનો સમાવેશ કર્યો છે. મહિલા એસીપી અમિતા વાનાણી, એસીપી ડી.એસ.ચૌહાણ, એસીપી હાર્દિક માંકડિયા અને પીઆઈ વી આર ખેરનો સમાવેશ કર્યો છે. એસીપી અમિતા વાનાણી પીડિતાની પૂછપરછનું મોનીટરીંગ કરશે. જોકે, હજુ આ કેસનો અન્ય આરોપી અશોક જૈન ફરાર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget