શોધખોળ કરો
Advertisement
વડોદારા બાયપાસ પાસે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતી સહિત બાળકનું મોત, બાઇક પર સવાર લોકોની સંખ્યા જાણી ચોંકી જશો
ટ્રક ચાલક અકસ્માત કરી પુરપાટ ઝડપે ટ્રક દોડાવીને ભાગી ગયો હતો. અને વરણામાં નજીકની ગુરુનાનક હોટલ પર ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો.
વડોદરાઃ રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. આજે વડોદરાના બાયપાસ પાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેન્ક ચાલકે બાઇક સવારને અડફેટે લીધા પતિ, પત્ની અને બાળકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ત્રણ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. એક બાઇક પર પરિવારન છ સભ્યો બેસીને પસાર થતાં હતા ત્યારે આ કરૂણાંતિક સર્જાઈ હતી. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે બાયપાસ પાસે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થયા બાદ પોલીસે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો.
મળતી વિગત પ્રમાણે, આજે મૂળ મુઝાર ગામડીના રહેવાસી નઝીર ભલાવત અને તેઓની પત્ની બાઇક પર તેઓના 4 બાળકો સાથે ગોરીયાદ ગામે પ્રસંગ પતાવી પોતાના ગામ તરફ જતા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે તેમની બાઈકને અડફેટે લેતા નઝીર ભલાવત, તેમના પત્ની અને 3 વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ત્રણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ટ્રક ચાલક અકસ્માત કરી પુરપાટ ઝડપે ટ્રક દોડાવીને ભાગી ગયો હતો. અને વરણામાં નજીકની ગુરુનાનક હોટલ પર ટ્રક છોડી અને ટ્રક ચાલક તેમજ ક્લીનર પલાયન થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત કરનાર ટ્રકને કબજે લઈને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યાં ઈજ્ગ્રસ્ત ત્રણ બાળકોને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની સયાજી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
PAK v SA 1st Test: 13 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ ક્રિકેટ રમ્યું પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકાને 220 રનમાં સમેટ્યા બાદ 33 રનમાં ગુમાવી 4 વિકેટ
માસ્કને લઈ નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement