Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ. અશાંતધારા મુદ્દે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવી સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવને કરી ફરિયાદ. ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંતધારા વિસ્તારમાં મુસ્લિમોએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને એસઓપી બનાવવાની માગ સાથે પોલીસ, મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા.. હિન્દુ વિસ્તારોમાં મુસ્લિમઓને અપાયેલી મંજુરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો. સાથે જ વર્ષ 2022થી 2025 સુધીની તબદીલ કરાયેલી મિલકતોને રિવોક કરવાની અને આસપાસના લોકોને પરવાનગી વગરના હુકમો રદ કરવાની માગ કરી. ધારાસભ્યની રજૂઆતને લઈને ડોક્ટર જયંતિ રવિએ પણ સુરત કલેક્ટરને દરેક કેસની પુનઃ તપાસ કરવા આદેશ આપ્યા છે.





















