Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગામી દિવસોમાં રાજ્ય માટે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલા અનુમાન મુજબ બંગાળના ઉપસાગરમાં મજબુત રહેલી સિસ્ટમ ધીમે ધીમે પૂર્વ મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે. આ જ સિસ્ટમને લીધે મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો એ જ સિસ્ટમ વધુ મજબુત થતા આગામી દિવસોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા જિલ્લા અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.. અંબાલાલ પટેલના અનુમાન મુજબ સાતથી 10 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ વરસશે.. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.
















