Vadodara : યુવક પ્રેમિકાની સાસરીમાં પ્રેમિકા સાથે માણી રહ્યો હતો શરીર સુખ, દિયર જોઈ ગયો ને પછી......
રાતના સમયે ગોપાલ યુવતીને મળવા ગયો હતો. તેમજ યુવતી પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી તે જ સમયે યુવતીનો દિયર તેને જોઇ ગયો હતો. આમ, પ્રેમી રંગેહાથ ઝડપાઇ જતાં યુવતીના દિયર અને યુવતીના પિતાએ મળીને યુવકની હત્યા કરી નાંખી હતી અને યુવકની લાશ નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી.
વડોદરાઃ ડેસરના પેટાપુરા રાતડીયા ગામે રહેતા ગોપાલ રમેશભાઈ ચૌહાણ (ઉં.વ. 26)ને ગામની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. યુવતીના લગ્ન થઈ ગયા પછી પણ આ પ્રેમસંબંધ ચાલું રહ્યા હતા અને યુવક પ્રેમિકાને મળવા તેની સાસરીમાં વારંવાર જતો હતો. આ અંગે યુવતીના પિતાને ખબર પડતાં તેમણે યુવકની પત્નીને આ અંગે જાણ કરી હતી અને તેનો પતિ પોતાની દીકરી સાથે આડાસંબંધ રાખતો હોવાનું અને તેની સાસરીમાં મળવા જતો હોવાનું જણાવ્યું હતું. તેમજ હવે જશે તો કાંટો કાઢી નાંખશે, તેવી ધમકી પણ આપી હતી.
ગત 7મી માર્ચે યુવક ખેતરે જાઉં છું કહીને બાઇક લઈને નીકળી ગયો હતો તેમજ ઘરે પરત ફર્યો નહોતો. દીકરો ઘરે પરત ન ફરતાં પરિવારે ગોપાલની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. દરમિયાન ગોપાલના પરિવારને જાણ થઈ હતી કે, ગોપાલ તેની પ્રેમિકાને મળવા ગયો હતો. તેમજ તેની પાછળ યુવતીના પિતા પણ ગયા હતા.
રાતના સમયે ગોપાલ યુવતીને મળવા ગયો હતો. તેમજ યુવતી પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી તે જ સમયે યુવતીનો દિયર તેને જોઇ ગયો હતો. આમ, પ્રેમી રંગેહાથ ઝડપાઇ જતાં યુવતીના દિયર અને યુવતીના પિતાએ મળીને યુવકની હત્યા કરી નાંખી હતી અને યુવકની લાશ નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી.
આ અંગે ગોપાલની પત્નીએ ડેસર પોલીસ સ્ટેશનમાં પતિની હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેંકી દિધી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. નર્મદાની મુખ્ય કેનાલમાં તપાસ કરી હતી. જોકે, યુવકનો મૃતદેહ મળ્યો નહોતો. જોકે, પોલીસને યુવકનું બાઇક બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. પોલીસે યુવકની પત્નીની ફરિયાદને આધારે આરોપીઓને અટકાયત કરી લીધી છે.