VADODARA : 3 સ્ટાર અને 5 સ્ટાર હોટેલમાં ટેસ્ટી ખાવાના શોખીનો ચેતી જજો, આ વિડીયો જોઈ તમે ચોંકી જશો
VADODARA NEWS : વડોદરામાં એક મહિલા લસણને પગથી છુંદીને ચટણી બનવાતી જોવા મળી છે.
VADODARA : જો તમે મોટી હોટેલ-રેસ્ટોરન્ટનું ચટાકેદાર ભોજન ખાવાના શોખીન હો તો ચેતી જજો. હોટેલ-રેસ્ટોરન્ટનું ચટાકેદાર - લિજ્જતદાર ભોજન ખાતા પહેલા તેમાં સ્વાદ વધારનારા મસાલા કેવી રીતે બને છે એ જાણી લો. આવો એક વિડીયો વાયરલ થયો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.
વડોદરામાં એક મહિલા લસણને પગથી છુંદીને ચટણી બનવાતી જોવા મળી છે. કારેલીબાગ થી પસાર થતી વિશ્વામિત્રી નદીના પટમાં રહેતા લોકો લસણની ચટણી બનાવી રહ્યા છે. એક મહિલા 20 કિલો જેટલું લસણ મોટા વાસણમાં પગથી પિલી રહી છે. મહિલાના કહેવા મુજબ મોટી મોટી હોટલમાં આ ચટણી સપ્લાય થાય છે.ક્યારેક એમ પણ કહે છે કે દવા બનાવવા માટે પણ લસણની ચટણી મોકલીએ છીએ. જુઓ લસણને પગથી છૂંદીને ચટણી મહિલાનો આ વિડીયો -
આથી જો તમે 3 સ્ટાર અને 5 સ્ટાર હોટેલમાં ટેસ્ટી ખાવાના શોખીન હો તો ચેતી જજો, આ રીતે પગથી બનાવેલી લસણની ચટણી મોટી મોટી હેટેલો - રેસ્ટોરન્ટ તેના વિવિધ શાકને ચટાકેદાર-લિજ્જતદાર બનાવવા ઉપયોગ કરતા હોય છે. આ પગેથી છુન્દેલઈ લસણની પેસ્ટ તમારા આરોગ્યને નુકસાન પહોંચાડે એની પુરેપુરી શક્યતા છે. જો આ મહિલાના પગમાં કોઈ રોગ કે ઇન્ફેક્શન હોય તો તેના બેક્ટેરિયા પણ આ ચટણીમાં ભળે છે અને પછી આ ચટણી વાળા શાકથી હોટેલોમાં ખાનારા લોકોના પેટમાં આ બેક્ટેરિયા જાય છે.
અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર
આણંદમાં અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે સારા સમાચાર આવ્યાં છે. અમુલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં વધારો કર્યો.જેમાં ભેસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો જ્યારે ગાયના પ્રતિ કિલો ફેટે 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.
જન્માષ્ટમી ઉપર પશુપાલકો માટે સારા સમાચાર અમૂલે આપ્યા છે. અમૂલના ખરીદ ભાવમાં ભેંસના દૂધનો પ્રતિ કિલોનો ભાવ 740નો હતો તેની જગ્યાએ 760 નો એટલે કે 20 રૂપિયાનો વધારો જ્યારે ગાયના દૂધના પ્રતિ કિલો જૂનો ભાવ 336.40 હતો જ્યારે વધીને 340.90 થયો એટલે 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.
આ ભાવવધારાથી અમૂલ પશુપાલકોને મહિને 7 કરોડ ચુકવશે જે વર્ષે 60 કરોડથી વધારે ચુકવણી થશે. આ ભાવ આગામી 21 ઓગસ્ટના રોજ લાગુ થશે. આ ભાવને લઈ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.