Vadodara: મંજૂસર પથ્થરમારામાં 48 તોફાનીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ, 17 આરોપીએ ફરાર, જુઓ લિસ્ટ
વડોદરાના મંજુસર ગામમાં ગુરુવારે શ્રીજી વિસર્જન યાત્રામાં પથ્થરમારો કરનાર 48 જેટલા તોફાનીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં 48 પૈકી 18 આરોપોની નામજોગ ફરિયાદ દાખલ થઇ છે.

Vadodara News: વડોદારમાં અસામાજિક તત્વો દ્વારા દબંગાઇ બાદ તોફાનો કરવાના મામલે પોલીસે હવે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી, બાદમાં પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ હતી. હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં 48 તોફાનીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરાના મંજુસર ગામમાં ગુરુવારે શ્રીજી વિસર્જન યાત્રામાં પથ્થરમારો કરનાર 48 જેટલા તોફાનીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં 48 પૈકી 18 આરોપોની નામજોગ ફરિયાદ દાખલ થઇ છે. આમાં એક આરોપી અબ્બાસ વાઘેલાની ધરપકડ શુક્રવાર રાતે જ પોલીસે કરી લીધી હતી, અને આગળની પુછપછ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસે 17 આરોપીઓને પોલીસ મથકે હાજર થવા તેમના ઘરે નૉટિસો ફટકારી છે. ખાસ વાત છે કે, તોફાન થયા બાદ 17 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અહીં તેમના નામ જુઓ....
17 આરોપીઓના નામો :-
1) વસીમ જય વાઘેલા
2) જસ નારસિંગભાઈ વાઘેલા
3) રણજીત લક્ષ્મણ
4) યાસીન વાઘેલા
5) મહંમદ વાઘેલા
6) લાલ રાયસીંગ વાઘેલા
7) સચિન વાઘેલા
8) સાહિલ વાઘેલા
9) કિરણ રિક્ષાવાળા
10) સાગર વાઘેલા
11) સહજાન વાઘેલા
12) નાસીર ચંદુ ડીલક્ષ
13) તોસીફ વાઘેલા
14) ફરીદ વાઘેલા
15) વિક્રમ ચીમનભાઈ વાઘેલા
16) નજીર અબ્બાસ વાઘેલા
17) જીગર અબ્બાસ વાઘેલા
વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જનમાં વિઘ્ન, બે જૂથ વચ્ચે પથ્થરમારો, જાણો શું છે સ્થિતિ
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાથી વાતાવરણમાં તંગદીલી ફેલાઇ ગઇ.
વડોદરાના સાવલી તાલુકાના મંજુસર ગામે ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન મંજુસરના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતોય મંજૂસર અને સાવલી પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ મંજુસર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ઘટનાના પગલે કેતન ઇમાનદારે કહ્યું કે, શાંતિ ડહોળનાર કોઈ તત્વોને છોડવામાં નહી આવે. અમુક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. ઈરાદાપૂર્વક પર પથ્થરમારો કરાયો છે. આ ઘટનામાં કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.જવાબદારો સામે દાખલો બેસાડવાની કાર્યવાહી કરાશે.
તો બીજી તરફ ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ગણપતિની પ્રતિમાને વીજ વાયર અડી જતા 5 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. ખંભાતની નવરત્ન સિનેમા પાસે આ ઘટના બની છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આણંદના ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
