શોધખોળ કરો
Advertisement
પ્રશાંતે આ યુવતી સાથે શારીરિક સંંબધો બાંધીને કર્યું શોષણ છતાં બીજી મહિલાઓને પ્રશાંત સાથે સંબંધ બાંધવા લઈ આવતી...
પ્રશાંતે દિશાનું પણ શોષણ કર્યું હતું, છતાં અન્ય કોઇ મહિલાનું શોષણ થાય તો પણ તે ચૂપ રહેતી હતી.
વડોદરાઃ કિશોરી પર 5 વર્ષ સુધી બળાત્કાર ગુજારનાર બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયને લઈને વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસમાં પોલીસ રિમાન્ડ દરમિયાન સેવિકા દિશાએ અનેક ઘટસ્ફોટ કર્યા છે. પીડિતાને પાખંડી પ્રશાંતના બેડરૂમમાં મોકલી હોવાની અંગત સેવિકા દિશા જોને કબૂલાત કરી છે. એટલું જ નહીં, કોઇ મહિલાનું શોષણ થતું હોય ત્યારે સેવિકા દિશા ચૂપ જ રહેતી હતી. દિશાના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતાં ફરી તેને કોર્ટમાં રજૂ કરાશે.
દિશાએ પોલીસને જણાવ્યું હતું કે, મારી સાથે પણ ટોર્ચરિંગ કરાયું હતું. હું સત્સંગના વીડિયોનું એડિટિંગ કરતી હતી અને તેનો 8 હજાર પગાર મળતો હતો. તેની અન્ય બે સાથીદાર સેવિકા પૈકી દિક્ષા ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાની માહિતી તેણે આપી હતી. જોકે, ઉન્નતિ ક્યાં છે એની માહિતી ન હોવાનો બચાવ તેણે કર્યો હતો. દિશાએ તેનું પણ શોષણ કરાયું હોવાનું જણાવ્યું હતું. તે પ્રશાંતથી પ્રભાવિત થઇ હોવાનું અને પ્રશાંતે બ્રેઇન વોશ પણ કર્યું હોવાનું જણાવ્યું હતું અને તે પ્રશાંત કહે તેમ જ કરતી હતી. પ્રશાંતના દરેક કૃત્યમાં તે સાથ આપતી હતી. પ્રશાંતે તેનું પણ શોષણ કર્યું હતું, છતાં અન્ય કોઇ મહિલાનું શોષણ થાય તો પણ તે ચૂપ રહેતી હતી.
વર્ષ 2008માં દિશા મુંબઇથી માતા સાથે વડોદરા આવ્યા બાદ પ્રશાંતના સંપર્કમાં આવી હતી. દિશા ટૂંકા ગાળામાં પ્રશાંતની નજીક આવી ગઇ અને તે કહે તેમ કરતી હતી. પ્રશાંતની સાથે સતત રહેતી હતી. પ્રશાંત પણ તેને એકલો મૂકતો નહોતો. પ્રશાંતની તમામ અંગત વાતો દિશા જાણતી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ પાસેથી જાણવા મળ્યા મુજબ, પાખંડી પ્રશાંતે દિશા જોનને પ્રશાંતે તેની બધી જ તિજોરી અને લોકરની ચાવીઓ સોંપી હતી. પ્રશાંત જો કોઈ શિષ્ય પાસે ચીજો કે પૈસા મગાવે તો તે દિશા જોનને આપી દો એમ જણાવતો હતો. પ્રશાંતને સૌથી વધુ વિશ્વાસ દિશા પર હતો. પ્રશાંત જ્યારે બેલ વગાડે ત્યારે માત્ર દિશા જ તેના રૂમમાં જતી હતી. પ્રશાંતના મોબાઈલના તમામ ડેટાનું બેકઅપ લેવાનું કામ અને ફોટો વિડિયોનું ફોલ્ડર બનાવીને તેને એરેન્જ કરવાનું કામ પણ દિશા જોન જ કરતી હતી.
પોલીસ દિશા જોનને સાથે રાખીને વાઘોડિયા સ્થિત કાન્હા ગોલ્ડમાં તેના ફ્લેટ પર પહોંચી હતી અને ત્યાં સર્ચ કર્યું હતું. જોકે કોઈ ચીજ મળી ન હતી. પોલીસે દિશાનો મોબાઇલ જપ્ત કર્યો હતો. આજે દિશાને સાથે રાખીને ગોત્રીમાં આવેલા પ્રશાંતના આશ્રમમાં સર્ચ કરાશે. દિશાએ પોલીસને જણાવ્યું હતું કે પ્રશાંત જેને બોલાવતો હતો એ મહિલાને તે પ્રશાંતની રૂમ મોકલતી હતી. રિમાન્ડ પર રહેલી દિશા જોનને સાથે રાખીને તપાસ શરૂ કરાઈ છે. પાખંડી પ્રશાંતનાં દરેક કૃત્યમાં દિશા સાથ આપતી હતી
વર્ષ 2013થી 2017માં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી કિશોરી પર 12 વખત બળાત્કાર થયો હતો. આ કૃત્યમાં પ્રશાંતની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ લગાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.
પ્રશાંતે કિશોરીનો પણ વીડિયો ઉતાર્યો હતો અને તેનું મેમરી કાર્ડ તેનાં માતા-પિતા સાથે કિશોરી પાસે મોકલ્યું હતું. આ ઘટનાનો અસલી વીડિયો દિશા પાસે હોવાની શક્યતાને પગલે પોલીસ દિશાની પૂછપરછ કરી રહી છે. તેમજ અન્ય કોઈ મહિલાના વીડિયો ઉતાર્યા છે કે કેમ તે વિશે પણ દિશાની પૂછપરછ કરાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion