Vadodara: રાજુ ભટ્ટે 24 વર્ષની યુવતીને ક્યાં ક્યાં લઈ જઈને શરીર સુખ માણ્યું હોવાની કરી કબૂલાત ? જાણો ચોંકાવનારી વિગત
રાજુ ભટ્ટે પોતે નિર્દોષ હોવાનું રટણ કરીને કહ્યું હતું કે, તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો નથી અને જે કંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું.
વડોદરાઃ વડોદરામાં હરિયાણાની 24 વર્ષની યુવતી પર બળાત્કારના કેસમાં પકડાયેલા રાજુ ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુધવારે છ કલાક સુધી પ્રાથમિક પુછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન તેણે યુવતી સાથે પોતાને શારીરિક સંબંધો હોવાનું કબૂલ્યું હતું.
આરોપી રાજુ ભટ્ટે પોલિસ સમક્ષ કબૂલાત કરી કે, પોતે યુવતીને આજવા રોડ પરના ડવડેક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો. રાજુ ભટ્ટે ડવડેક એપાર્ટમેન્ટમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધીને શરીર સુખ માણ્યાની કબૂલાત કરી છે. આ ઉપરાંત હારમની હોટેલ અને નિસર્ગ ફ્લેટમાં પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યાનો સ્વીકાર કર્યો છે.
જો કે રાજુ ભટ્ટે યુવતીની સહમતીથી શરીર સંબંધ બાંધ્યા હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. રાજુ ભટ્ટ જૂનાગઢથી પકડાયા બાદ વડોદરા લવાયો હતો. ભટ્ટની કબૂલાત બાદ તેને તમામ જગ્યાઓએ રિકન્સ્ટ્રકસન માટે લઈ જવાશે.
રાજુ ભટ્ટે પોતે નિર્દોષ હોવાનું રટણ કરીને કહ્યું હતું કે, તેણે યુવતી પર બળાત્કાર ગુજાર્યો નથી અને જે કંઇ થયું તે પરસ્પર સહમતિથી થયું હતું. રાજુએ નિસર્ગ એપાર્ટમેન્ટના ફલેટમાં બે વાર સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. આજવા રોડના મકાનમાં ગયો હતો કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. જૂનાગઢથી ઝડપાયા બાદ પોલીસે હાલ રાજુ ભટ્ટની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચે જુનાગઢ પોલીસની મદદથી જુનાગઢથી રાજુ ભટ્ટને ઝડપી વડોદરા લાવી હતી. પોલીસે બુધવારે તેની છ કલાક સુધી પ્રાથમિક પુછપરછ કરી હતી જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે. પોતે યુવતીને છથી સાત વાર મળ્યો હતો.
તેણે બળજબરીપુર્વક પિડીતા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાના આરોપને ફગાવી દીધો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે, મેં કોઈ બળજબરી કરી નથી અને યુવતી સાથે શરીર સંબંધ બાંધવા સહિતનું જે કંઇ થયું હતું તે પરસ્પર સંમતીતિ થયું હતું. પોતે નિર્દોષ છે તેમ તે સતત પોલીસને કહી રહ્યો હતો. ભટ્ટે પોતે અશોક જૈનને પણ ઓળખતો ના હોવાનો તેણે પોલીસ સમક્ષ દાવો કર્યો હતો.