(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: સાવલીમાં છ મહિનાની અંદર ત્રીજીવાર કોમી છમકલું, બે જૂથો સામ-સામે આવી જતાં પથ્થરમારો, ત્રણ ઘાયલ
ગુજરાતમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે, વડોદરાના સાવલી વિસ્તારમાં બે જૂથો વચ્ચે નજીવી બોલાચાલી બાદ બે જૂથો સામ સામે આવી ગયા હતા
Vadodara Stone Pelting News: ગુજરાતમાં ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે, વડોદરાના સાવલી વિસ્તારમાં બે જૂથો વચ્ચે નજીવી બોલાચાલી બાદ બે જૂથો સામ સામે આવી ગયા હતા, પથ્થરમારો થયો હતો, જેમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ત્રણેયને હાલમાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સાવલી પોલીસે હાલમાં તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લામાં ફરી એકવાર બે જૂથો વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા છે. વડોદરાના સાવલી તાલુકામાં કોમી છમકલુ થતાં વાતાવરણ તંગ બન્યુ છે. અહીં સાવલી તાલુકામાં છેલ્લા છ મહિનાની અંદર આ ત્રીજીવાર કોમી છમકલું થયુ છે. અહીં સાવલી નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ અચાનક બન્ને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ, બે જૂથો સામ સામે આવી જતાં પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં કેટલાક સાધનોને પણ ટોળાએ તોડફોડ કરીને નુકસાન પહોંચ્યુ હતુ. આ પથ્થરમારાની ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મામલો શાંત પાડ્યો હતો. અત્યારે અહીં સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 13ને પોલીસે ઝડપ્યા, કુલ 26 વિરૂદ્ધ ફરિયાદ
22મી જાન્યુઆરીએ દેશભરમાં ભક્તિમય માહોલ હતો, દેશમાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ પોતાના નિજધામ પરત ફરી રહ્યાં હતા, અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહી હતી, તે સમયે વડોદરામાં કેટલાક તોફાની તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, તે દિવસે વડોદરાના પાદરાના ભોજ ગામે શ્રી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેને લઇને હવે મોટું અપડેટ સામે આવ્યુ છે. વડું પોલીસે આ મામલે 13 તોફાનીઓની ધરપકડ કરી લીધી છે.
ભોજ ગામે નીકળેલી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે, 10 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. જેને લઈને તમામ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ બંને જૂથને પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભોજ ગામે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, તે દરમિયાન કેટલાક તોફાની તત્વોએ આ રથયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 10 થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. બાદમા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ મામલે વડું પોલીસે 13 તોફાનીઓની ધરપકડ કરી લીધી છે.
હાલમાં મળતી માહિતી પ્રમાણે, પાદરાના ભોજ ગામે શ્રી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 13 તોફાનીઓની વડું પોલીસે ધરપકડ કરી લીધી છે. ૨૨મી જાન્યુઆરીએ બપોરે રામજીની શોભાયાત્રા નીકળી હતી, તેના પર લઘુમતી સમાજના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો, પથ્થરમારામાં કેટલાક લોકોને ઇજા પહોંચી હતી, જે પછી વડું પોલીસ મથકે 16 સામે નામજોગ ફરિયાદ તેમજ તેમજ અન્ય 10 મળીને કુલ 26 વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેના પર આજે કાર્યવાહી કરવામાં આવી અને 13 તોફાનીઓને પકડી પાડવામાં આવ્યા હતા.