Vadodara: સ્વીટીએ 5 વર્ષ નાના PI સાથે બાંધ્યા સંબંધ, પછી બીજાં લગ્ન કરી અમેરિકા ગઈ, પાછી આવીને ફરી PI સાથે બાંધ્યા સંબંધ ને...........
2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી. અજય દેસાઈ એ વખતે પરીણિત હતા ને સ્વિટી પણ પરીણિત હતી છતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા.
વડોદરા: વડોદરાના ચકચારી સ્વિટી પટેલ (ઉ.વ. 40) કેસમાં સ્વિટીની હત્યા સ્વિટી સાથે છેલ્લાં આઠ વર્ષથી સંબંધ ધરાવતા અને પરીણિત હોવા છતાં તેની સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ(ઉ.વ. 35)એ કરી હોવાનો ધડાકો થયો છે. વડોદરા પાસેના કરજણની પ્રાયોશા સોસાયટીમાં રહેતા અમદાવાદ ગ્રામ્ય એસઓજી પી.આઈ. અજય દેસાઈએ પત્નિ અને લિવ-ઈન પાર્ટનર વચ્ચેની ખેંચતાણથી બચવા 4 જૂનની રાતે સ્વિટીની ગળું દબાવી હત્યા કરી હતી.
અજય દેસાઈ અને સ્વિટી પટેલના સંબંધો રસપ્રદ છે. બંને વચ્ચે છેલ્લાં 8 વર્ષથી સંબંધ છે ને એ દરમિયાન બંનેએ ફરી લગ્ન કર્યાં છતાં સંબંધો ચાલુ રાખ્યા હતા. આ લગ્નેતર સંબંધોનો અંજામ અંતે સ્વિટીની હત્યામાં આવ્યો છે.
પોલીસને મળેલી માહિતી પ્રમાણે 2015માં અજય અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હતા ત્યારે એક સામાજીક કાર્યક્રમમાં આણંદની સ્વિટી દેસાઈ મળી હતી. અજય દેસાઈ એ વખતે પરીણિત હતા ને સ્વિટી પણ પરીણિત હતી છતાં બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. સ્વિટી અજયથી 5 વર્ષ મોટી હતી.
અજય દેસાઈના 2013માં લગ્ન થયાં હતાં. એ પછી તેમના છૂટાછેડા થયા તેથી સ્વિટી સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો. સ્વિટી પણ પરણેલી હતી પણ બંનેના સંબધો ચાલુ હતા. મૂળ આણંદની સ્વિટીના પહેલાં લગ્ન લવમેરેજ હતાં. દરમિયાનમાં બે સંતાનો પછી પતિને પ્રેમ થતાં સ્વિટીએ છૂટાછેડા આપ્યા હતા. દરમિયાનમાં સ્વિટીના બીજા લગ્ન અમેરિકા થયાં અને પણ આ લગ્ન પણ ના ટકતાં છૂટાછેડા થતાં પાછી ફરી પછી અજય દેસાઈ સાથે 2015ની ફરી સંબંધ બંધાયા હતા.
અજય અને સ્વિટી બંને આઝાદ થઈ જતાં બંને લિવ-ઈનમાં રહેતા હતા અને રૂપાલ પાસે મંદિરમાં ફૂલહારવિધી કરી ગાંધર્વવિવાહ કર્યા હતા. 2017માં અજયે પરિવાર-સમાજના દબાણથી બીજા લગ્ન કરતાં પત્ની વડોદરા રહેવા આવી હતી. અજય સમય ઓછો આપતો હોવાથી સ્વિટી સાથે ઝઘડા શરૂ થયા હતા. સ્વિટી અને અજય વર્ષોથી લિવ-ઈનમાં રહેતા હોવાની જાણ અજયના પરિવારને નહોતી.