શોધખોળ કરો

Vadodara: રાજ્યના આ મોટા શહેરમાં વ્યાજખોરે સમયસર વ્યાજ ન ચૂકવી શકતાં યુવકને કહ્યું, નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ

ડોદરા ખાતે યોજવામાં આવેલા લોક સંવાદમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. વ્યાજખોરોથી ત્રસ્ત ફરિયાદીએ કહ્યું કે, વ્યાજ ખોરોએ તેને નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ તેમ કહ્યું હતું.

Vadodara:  રાજ્યના ગૃહ મંત્રી દ્વારા વ્યાજ ખોરો સામે ઉપાડવામાં આવેલી ઝુંબેશમાં વડોદરા ખાતે યોજવામાં આવેલા લોક સંવાદમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. વ્યાજખોરોથી ત્રસ્ત ફરિયાદીએ કહ્યું કે, વ્યાજ ખોરોએ તેને નાણાં ન હોય તો તારી પત્નીને મોકલી આપ તેમ કહ્યું હતું. આ સાંભળીને પોલીસ પણ ચોકી ઉઠી હતી અને ગણતરીના કલાકોમાં જ રાવપુરા પોલીસે વ્યાજખોર પ્રતાપસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી હતી.

ભાવનગરમાં  પોલીસ જ વ્યાજે પૈસા આપી કરતો હતો પઠાણી ઉઘરાણી

ભાવનગર ખાતે યોજવામાં આવેલા લોક સંવાદમાં પોલીસ દ્વારા જ વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી ધમકાવતા હોવાનું સામે આવતા સોંપો પડી ગયો હતો. પરિવારને કાયદાનો ડર બતાવી ધાક ધમકી આપી વ્યાજ વસૂલવામાં આવતું હતું. આ અંગે ભાવનગર આઈજીને રજૂઆત કરતા મહિલા રડી પડી હતી. ત્યારે જોવાનું રહ્યું કે આ અંગે ગૃહ મંત્રી દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવે છે કે નહીં.

 ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો ના ત્રાસ અંગે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એસ.પી.કચેરીના તાલીમ ભવન ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો,આ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ આઈ.જી.પી.ગૌતમ પરમાર,જિલ્લા પોલીસ વડા ડો.રવીન્દ્ર પટેલ, ડી.વાય.એસ.પી.સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા અને વ્યાજખોરોના ત્રાસ અંગે લોકોની રજુઆત સાંભળી હતી.ભાવનગર શહેર અને જિલ્લામાં કોઈપણ વ્યક્તિને વ્યાજખોરોનો ત્રાસ હોય તો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોલીસની સહાય માંગવા લોક સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ જણાવી વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે તેવી હૈયાધારણા આપી હતી.

ભાવનગરના ડીએસપી કચેરી ખાતે લોક સંવાદ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ વિસ્તારમાંથી વ્યાજખોરના ત્રાસથી પરેશાન લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા આ સંવાદમાં કુલ આઠ ફરિયાદો થઈ છે જેમાં પોલીસ દ્વારા તમામની રજૂઆત સાંભળી કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે આ સાથે જ આવનારા દિવસોમાં પણ વિવિધ પોલીસ સ્ટેશન હેઠળ વ્યાજ કોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અકસ્માત બાદ રીક્ષા ગઈ પલટી, દારૂની થઈ રેલમછેલ

પોલીસથી બચવા હવે દારૂના ખેપિયા અલગ તરકીબો અજમાવી રહ્યા છે. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ રોડ પર દારૂની રેલમછેલ થઈ હતી. રીક્ષામાં પેસેન્જરને બદલે દારૂની હેરાફેરી થતી હતી, જેને લઈ રાહદારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અકસ્માતમાં રીક્ષા પલટી મારતાં ભાંડો ફૂટ્યો હતો. રાહદારીઓ દારૂની રેલમછેલનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. પોલીસના બદલે રાહદારીઓએ ખેપિયાને  પકડીને ગોરવા પોલીસને સોંપ્યો હતો. જે બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch VideoBZ Scam: પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા| Bhupendrasinh ZalaCNG Price Hike: નવા વર્ષના પહેલા દિવસે જ મોટો ઝાટકો, CNGના ભાવમાં થયો વધારો Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Embed widget