Vadodara : મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા-પુત્ર અને ભત્રીજાનું મોત, પરિવારમાં માતમ
માતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વડોદરા ફાયર બ્રિગેડે તમામ લોકોને બહાર કાઢી પાદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર બાદ ત્રણ લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે.
વડોદરાઃ પાદરાના કરખડી ગામે મહીસાગર નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ત્રણ લોકો ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વડોદરા ફાયર બ્રિગેડે તમામ લોકોને બહાર કાઢી પાદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સારવાર બાદ ત્રણ લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. ત્રણે લોકોના મૃતદેહને વડુ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. મૃતકોમાં માતા જ્યોતિબેન વ્યાસ, પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસનું ડૂબી જવાથી મોત થયું છે. વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીઃ ધારીના ચલાલા શહેરમાં રહેણાક મકાનમાં આગ લાગતાં માતા અને બે દીકરીઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બેડરૂમમાં આગની ઘટનામાં ત્રણેય મોત નીપજ્યા હતા. ચલાલા શહેરમાં આવેલ હરિધામ સોસાયટીમાં આગની ઘટના બની હતી. એક મહિલા અને બે દીકરીઓના આગ કારણે મોત થયા છે.
મામલતદાર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટર પહોંચે તે પહેલાં પોલીસે અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ શરૂ. ત્રણેય મૃતદેહને ચલાલા સિવિલ પીએમ અર્થે ખસેડાયા છે. રહેણાંક મકાનના બેડરૂમમાં આગ લાગવાનું કારણ પોલીસ તપાસ બાદ બહાર મેળવ્યો. માતા સાથે બે દીકરીઓનું બેડરૂમમાં આગ લાગવાના કારણે મોત થતા પંથકમાં શોક સાથે ચકચાર મચી ગઈ છે.
મૃતક
1 સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉ.40
2. હિતાલિબેન ભરતભાઇ ઉ.14
3. ખુશીબેન ભરતભાઇ ઉ.3 માસ
મોરબીઃ મોરબીના લખધીરપૂર ગામે યુવતીના લગ્ન દરમિયાન તેની બહેનનું મોત થઈ જતાં લગ્ન માતમમાં ફેરવાઈ ગયા હતા. 21 વર્ષીય યુવતીને બહેનના લગ્ન સમયે જ હાર્ટ એટેક આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હેતલબેન જગદીશભાઈ પરમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. હેતલબેનના મોટા બેનના રાત્રિના લગ્ન હોય અને મોટા બેન ફેરા ફરતા હતા. દરમિયાન હેતલબેનને હાર્ટ એટેક આવ્યો હતો. હેતલબેનના મમ્મીનું આશરે 8 મહિના પહેલા કોરોના મૃત્યુ થયું હતું, તેના આઘાતના કારણે હેતલબેનને લાગી આવતા હાર્ટ એટેક આવ્યો હોવાનું તેમના સગા પાસેથી જાણવા મળ્યું છે.
જામનગરઃ લાલપુરના મચ્છુ બેરાજા ગામે ઇલેક્ટ્રીક કરંટ લાગતા પિતા-પુત્રના મોત થયા છે. પિતા પુત્રના મોતને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. વાડીએ મોટર બંધ કરવા જતાં પુત્રને કરંટ લાગતા પિતા બચાવવા જતા પિતાને પણ કરંટ લાગતા બંનેના મોત થયા હતા. ગઈ કાલે સાંજે ઘટના બની હતી.