શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય ? જાણો શું કરી જાહેરાત ?
ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા.
વડોદરા: વડોદરામાં આજથી કોરોનાને લઈ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. કોરોનાના નિયમોનું પાલન કરાવવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને ફ્લાઈંગ સ્કવોડ કડક કાર્યવાહી કરશે. વડોદરામાં 120 હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. હોટસ્પોટમાં માસ્ક વગરના લોકો પાસે દંડ લેવામાં આવશે.
માસ્ક વગર દુકાનમાં કામ કરતા અને માસ્ક વગર વેપાર કરતા દુકાનદારોની દુકાન સીલ કરવામાં આવશે. જેન લઈને વડોદરા શહેરમાં 24 ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરવામાં આવી છે. મોટા મોલ માટે ચાર ઝોનમાં એક ફ્લાઇંગ સ્કવોડ તૈયાર કરવામાં આવી છે. જે મોલમાં ભીડ હશે તે મોલને સીલ કરવામાં આવશે.
સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion