શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બર્થ-ડેના આગલા દિવસે મિત્રોને પાર્ટી આપી પાછા ફરતા યુવાનનું અકસ્માતમાં મોત
વડોદરાઃ મંજરપુરમાં બાઇક ડિવવાઇડર સાથે ટકરાતા 21 વર્ષિય મિતેશ પટેલ નામના યુવકનું મોત થયું હતું. મિતેશનો કાલે જન્મ દિવસ હતા તેથી મિત્રોને પાર્ટી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિર પાસે રોડ પર તેની બાઇક GJ6 JC 6532 યામાહા R15 ડિવાઇડર સાથે અથડાઇ હતી. જેથી તેની સાથે બીજી બાઇક પર આવતા મિત્રો ઘાયલ મિતેશને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન મિતેશનું મોત થયું હતું. જેથી મિતેશના મૃતદેહને સયાજી હૉસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો.
મિતેશનો કાલે જન્મ દિવસ હોવાથી તેણે પોતાના મિત્રોને કાઠિયાવાડી હોટેલમાં જમવા માટે બોલાવ્યા હતા. અને પરત ફરતી વખતે મિતેશ ઓવર સ્પીડના લીધે બાઇક પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે ઇથડાયો હતો. મિતેશ પારુલ યુનિવર્સિટીમાં આઇટીના બીજા વર્ષામાં અભ્યાસ કરતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion