(Source: ECI/ABP News/ABP Majha)
Viral Video: પોતાના જ પડછાયાથી ડરી બાળકી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો જોરદાર વાયરલ
Viral Video: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાની છોકરી પોતાના પડછાયાથી ડરી રહી છે. એક યુઝરે લખ્યું, 'છોકરીને મદદની જરૂર છે.
Viral Video: અજાણતામાં બાળકો એવા કામ કરી દે છે કે જેને જોઈને લોકો હસીને પેટ પકડી લે છે. ક્યારેક બાળકો રમતા રમતા રમકડાં ફેંકી દે છે, તો ક્યારેક ચાલતી વખતે અચાનક બંધ થઈ જાય છે અને વિચિત્ર વસ્તુઓ કરવા લાગે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આવો જ એક વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે, જેમાં ફ્લોર પર એક બાળકી પોતાનો પડછાયો જોઈને ડરી રહી છે. બાળકો આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ વસ્તુઓ સમજી શકતા નથી.
View this post on Instagram
બાળકી તેના પડછાયાથી ડરવા લાગી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાની છોકરી પોતાના પડછાયાથી ડરી રહી છે. તે જેમ જેમ ચાલી રહી છે તેમ તેમ તેનો પડછાયો પણ આગળ વધી રહ્યો છે તે જોઇને બાળકી ડરી જાય છે અને જાણે પડછાયાથી પોતાનો પીછો છોડાવવા માંગતી હોય તેમ આમતેમ ચાલ્યા કરે છે પરંતુ તેનો પડછાયો પીછો છોડતો નથી. જેને લીધે બાળકી સખત ડરી જાય છે અને તેની માતાને બૂમો પાડી મદદ કરવા માટે બોલાવી રહી છે. બાળકીની બૂમો સાંભળીને આજુબાજુમાં ઊભા રહેલા લોકો હસવા લાગે છે અને વિડિયોમાં તે લોકોના હસવાનો અવાજ સંભળાઇ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ છોકરીની પાછળ પડેલો લાકડાનો ટુકડો જોઈને એક યુઝરે લખ્યું, 'શું છોકરીની પાછળ કોઈ સાપ છે'. આ વીડિયોમાં એક મહિલા હસતી સંભળાય છે, જેને કેટલાક યુઝર્સ દ્વારા નિશાન બનાવવામાં આવી છે. એક યુઝરે લખ્યું, 'છોકરીને મદદની જરૂર છે, આ કોઈ હાસ્યની વાત નથી'. જો કે મોટાભાગના યુઝર્સે આ વીડિયો પર હાસ્ય સાથે પ્રતિક્રિયા આપી છે.