શોધખોળ કરો
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર શેયર કર્યો ફોટો, પ્રશંસકો ભડક્યા

નવી દિલ્હી: ટીમ ઈંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે રાત્રે સોશિયલ મીડિયા પર પોતાની એક ફોટો શેયર કર્યો હતો, જેના પછી તેના ફ્રેંડ નારાજ થયા હતા. કોહલીના ‘ડિનર’ ફોટોની લોકોએ જોરદાર નિંદા કરી હતી. બુધવારે રાત્રે કોહલીએ એક ફોટો શેયર કર્યો હતો, જેમાં તે ડિનર ટેબલ પર બેઠેલો છે અને તેની સામે ઘણું બધા પકવાનો પીરસેલા છે. ફોટોના કેપ્શનમાં કોહલીએ લખ્યું છે કે, 'Dinner Is Served!' (ખાવાનું પીરસેલું છે.) આ ફોટો પર લોકોએ કોમેંટ કરી છે કે કોહલીએ આ પ્રકારની તસવીરો પોસ્ટ કરવી જોઈએ નહીં, એક ફ્રેંડે કોમેંટમાં લખ્યું છે કે, ‘ડિયર વિરાટ, તમને નિવેદન છે કે તમે ખાવાનું ગરીબોને ખવડાવો. તમે એવી જિંદગી જીવી રહ્યા છો જે તમે ક્યારેય સપનામાં વિચાર્યું પણ નહોતું. અમુક લોકોને એક વખતની રોટી પણ મુશ્કેલથી મળે છે. પ્લીઝ તમે એવા ગરીબ લોકોની મદદ કરો.’ અમુક લોકોએ કોહલીનું સમર્થન કર્યું છે. એક પ્રશંસકે લખ્યું છે કે, ‘નફરત કરનાર લોકો ભસતા રહેશે, તેમને ભસવા દો.. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે કોહલી મોટી ઉંમર અને અસહાય બાળકો માટે ઘણું બધું કરે છે.
વધુ વાંચો





















