Rain Forecast: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 50થી વધુ રસ્તા બંધ
હવામાન વિભાગે બુધવારે એટલે કે આજે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, કોંકણ, ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Rain Forecast:હવામાન વિભાગે બુધવારે એટલે કે આજે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, કોંકણ, ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
પહાડોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોનો સમાવેશ થાય છે.
દરમિયાન, બુધવારે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, કોંકણ, ગોવા, તેલંગાણા, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે. ગંગા, યમુના, ઘગ્ગર, હિંડોન સહિતની તમામ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને ઘણા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
બદ્રીનાથ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો
ઉત્તરાખંડમાં હવામાન લગભગ સ્વચ્છ રહ્યું હતું, પરંતુ નંદપ્રયાગમાં કાટમાળ પડવાને કારણે બદ્રીનાથ માર્ગ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ભૂસ્ખલનને કારણે મંગળવારે પણ યમુનોત્રી માર્ગ બંધ રહ્યો હતો. જો કે કેદારનાથ યાત્રા ચાલુ છે. હાલમાં રાજ્યમાં 50 રસ્તાઓ બંધ છે, લગભગ 40 ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. 400 નાની-મોટી કેનાલો ધોવાઈ ગઈ છે. હરિદ્વારમાં, ગંગા હજુ પણ 293.45 મીટર પર વહી રહી છે, જે ખતરાના નિશાન (293 મીટર)થી થોડી ઉપર છે.
આ પણ વાંચો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 136 તાલુકામાં વરસાદ, સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો
આવતીકાલે પીએમ મોદી રાજકોટમાં, જાણો પ્રધાનમંત્રી નો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial