(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Services Bill: લોકસભામાં રજૂ થયેલ દિલ્લી સર્વિસ બિલ આખરે શું છે. AAPનો કેમ છે વિરોધ
લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, સંસદમાં રજૂ કરાયેલું આ સૌથી અલોકતાંત્રિક, ગેરકાયદેસર દસ્તાવેજ છે.
Delhi Services Bill: દિલ્હી પર કોણ શાસન કરશે, તે બિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે આ બિલ લોકસભામાં રજૂ કર્યું છે. જાણો શું છે બિલના મુખ્ય મુદ્દા અને શા માટે આમ આદમી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે.
દિલ્હી પર કોણ રાજ કરે તે પ્રશ્ન આજનો નથી, બહુ લાંબા સમયથી આ સવાલ નિરૂતર છે. તાજેતરના દિવસોમાં આને લઈને ઘણો હોબાળો થયો છે. દિલ્હીના શાસનને લઈને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે ઘણી ખેંચતાણ ચાલી રહી છે. આ મામલો કોર્ટમાં પણ ગયો, પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. હવે આ મામલાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર એક બિલ લાવી છે, જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું
દિલ્લી સર્વિસ બિલ શું છે
સંસદમાં આ બિલ પાસ થવાનો અર્થ એ થશે કે, દિલ્હીમાં વહીવટી સેવાઓ, અધિકારીઓની બદલી વગેરેના અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. 19 મેના રોજ કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને સ્પષ્ટ કરી દીધું હતું કે દિલ્હીમાં કોણ શાસન કરશે, હવે આ જ વટહુકમને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
આ બિલમાં, નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટીની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે દિલ્હી સરકારમાં ફરજ બજાવતા તમામ ગ્રુપ-A અધિકારીઓ (IAS) અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ સિવિલ સર્વિસિસ (DANICS)ની ટ્રાન્સફર પોસ્ટિંગની ભલામણ કરશે. . દિલ્હીના મુખ્યમંત્રી આ ઓથોરિટીના હોદ્દેદાર અધ્યક્ષ રહેશે. તેમાં મુખ્યમંત્રી ઉપરાંત દિલ્હીના મુખ્ય સચિવ અને મુખ્ય ગૃહ સચિવ પણ ભાગ લેશે.
આ ઓથોરિટીના તમામ નિર્ણયો બહુમતીના આધારે લેવામાં આવશે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (L-G) ઓથોરિટીના સૂચનો અનુસાર જ નિર્ણય લેશે. ઓથોરિટીના તમામ સૂચનો સભ્ય સચિવ દ્વારા પ્રમાણિત કરવામાં આવશે.
જો કે, ઓથોરિટી તરફથી મળેલા સૂચનો છતાં, LG ગ્રુપ-A અધિકારીઓને લગતા જરૂરી દસ્તાવેજો માંગી શકે છે અને જો કોઈ મતભેદ હશે તો લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે.
AAP કેમ વિરોધમાં
દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP)નું કહેવું છે કે, આ બિલ દિલ્હીના લોકો સાથે 'છેતરપિંડી' છે અને તેથી તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે.આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ બિલ સુપ્રીમ કોર્ટ અને દિલ્હીની જનતા સાથે વિશ્વાસઘાત છે જેમણે અરવિંદ કેજરીવાલને ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર, જે લોકો દ્વારા ચૂંટાયેલા નથી અને ઉપરથી તેમના પર લાદવામાં આવ્યા છે, તેમની પાસે તમામ સત્તા છે. લેફ્ટનન્ટ ગવર્નરના માધ્યમથી કેન્દ્ર સરકાર દિલ્હીમાં ચાલી રહેલા કામ પર નજર રાખશે. આ કોર્ટની તિરસ્કાર છે
આ પણ વાંચો
Weather Update Today: આ રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી
બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?