Cyclonic System:બંગાળીની ખાડીમાં સર્જાયું ડીપ ડિપ્રેશન, શું આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે પડશે વરસાદ?
હવામાન વિભાગની જાણકારી મુજબ બંગાળની ખાડીમાં હાલ ડીપ ડીપ્રેશન સર્જાયું છે. જેની અસર ક્યાં રાજ્યો પર પડશે અને વરસાદની શું સ્થિતિ રહેશે જાણીએ
Weather Update: હાલ બંગાળની ખાડીમાં એક ડીપ ડીપ્રેશન સર્જાયું છે. હાલ ગુજરાત તરફ આ સિસ્ટમના કારણે ભારે પવન આવી રહ્યાં છે. અહીં આ સિસ્ટમ પહેલા વેલમાર્ક બની બાદ ડિપ્રેશન અને હવે તે ડીપ ડિપ્રશનમાં ફેરવાઇ ગઇ છે. જે 24 કલાકમાં બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના છે. જેની અસર બાંગ્લાદેશ મ્યાનમારમાં જોવા મળશે. આ સિસ્ટમના કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પવન સાથે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ મધ્ય ભારતને પણ અસર કરશે. જેના કારણે મઘ્ય ભારતમાં વરસાદ થશે. જો કે આ સિસ્ટમની અસરથી ગુજરાતને કોઇ અસર થશે નહીં. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં થોડા પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે.
3 થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે
3-4 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં વરસાદની ગતિવિધિઓ વધશે. આ દરમિયાન, કોટા, જયપુર, ભરતપુર ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ઉદયપુર અને કોટા વિભાગના કેટલાક ભાગોમાં 5 ઓગસ્ટે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. પશ્ચિમ રાજસ્થાનના બિકાનેર, જોધપુર ડિવિઝનના મોટાભાગના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ જ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જો કે, 5 ઓગસ્ટે કેટલાક ભાગોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે. રાજસ્થાનના આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કરૌલી, અલવર, બરાન, ભરતપુર, દૌસા, ધૌલપુર અને સવાઈમાધોપુરમાં ભારે વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય 7 જિલ્લામાં વરસાદની સ્થિતિને લઇને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.