ફાઇઝરની રસી સામે અવાજ ઉઠાવનાર મહિલા,વ્હિસલબ્લોઅરના જીવને જોખમ, વીડિયો પોસ્ટ કરીને કહી આ ગંભીર વાત
Pfizer Whistleblower Faces Threat To Life : ફાર્મા ફાઈઝર વિશે માહિતી લીક કરનાર મેલિસા મેકેટીએ એક્સ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે તે 'આત્મહત્યા નથી કરી રહી' અને એ વાત પર ભાર મૂક્યો કે સરકાર, સરકાર અને બિગ ફાર્મ તેમને થયેલા નુકસાન માટે જવાબદાર છે
Pfizer Whistleblower Faces Threat To Life : ફાર્મા ફાઈઝર વિશે માહિતી લીક કરનાર મેલિસા મેકેટીએ એક્સ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે તે 'આત્મહત્યા નથી કરી રહી' અને એ વાત પર ભાર મૂક્યો કે સરકાર, સરકાર અને બિગ ફાર્મ તેમને થયેલા નુકસાન માટે જવાબદાર છે
એસ્ટ્રાઝેનેકા દ્વારા વિશ્વભરમાંથી કોવિડ રસી પાછી ખેંચવાની જાહેરાત વચ્ચે, ભૂતપૂર્વ ફાઈઝર કર્મચારી અને વ્હિસલબ્લોઅર મેલિસા મેકએટીએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તેના જીવનને જોખમ છે. તમને જણાવી દઈએ કે, મેલિસા મેકએટી એ વ્હિસલબ્લોઅર એ છે, જેણે વેક્સીન બનાવતી કંપની ફાઈઝરની રસીઓમાં અનિયમિતતાઓને લઈને મેલ લીક કર્યો હતો. તે મેઇલમાં તેણે mRNA રસી લેબ પરીક્ષણોમાં માનવ ગર્ભની પેશીઓમાંથી મેળવેલી સેલ લાઇનનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે પાછળથી આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. મેકએટીએ રસીના ઘટકો અને મૃત્યુ વચ્ચેની સંભવિત કડીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
I AM A PFIZER WHISTLEBLOWER
— Melissa McAtee (@MelissaMcAtee92) May 8, 2024
THE ONLY ONE ACTUALLY EMPLOYED AS A LONG TERM PFIZER EMPLOYEE
I AM TIRED.
I am tired of feeling like an imposter.
I am tired of feeling like I have no hope.
I am tired of fighting, debating, posting, researching..
But I am NOT suicidal. I have a… pic.twitter.com/NcSy9R2Hho
-હવે, બે બોઇંગ વ્હિસલબ્લોઅરના આકસ્મિક મૃત્યુ પછી, તેઓએ ફરી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, તેઓને જે પણ નુકસાનનો સામનો કરવો પડશે તેના માટે બિગ ફાર્મા અને સરકાર જવાબદાર હશે. . વીડિયોમાં મેકએટીએ દર્શકોને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, તે ચોક્કસપણે થાકી ગઈ છે પરંતુ ક્યારેય આત્મહત્યા કરશે નહીં. તેણે કહ્યું કે, તેનું પારિવારિક જીવન સુખી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની અને તેમના પરિવાર વચ્ચે કોઈ વિવાદ કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યા નથી. અને તેણે પોતાના ઘર કે કારમાં કોઈ અસામાન્ય ફેરફારો કર્યા નથી. તેમણે કહ્યું કે, જો ભવિષ્યમાં તેમના પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે અથવા તેમના જીવને કોઈ ખતરો છે તો તેના માટે મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ટેક્નોલોજી કંપનીઓ અથવા સરકાર જવાબદાર રહેશે.
તેણે X પર એક પોસ્ટમાં કહ્યું કે,હેલો. મારું નામ મેલિસા મેકએટી છે. મેલિસા સ્ટ્રિકલર તરીકે પણ ઓળખાય છે. હું ફાઈઝર વ્હિસલબ્લોઅર છું. મેં ફાઈઝરમાં ઉત્પાદન ગુણવત્તામાં લગભગ પાંચ વર્ષ અને ત્યાં લગભગ દસ વર્ષ સુધી કામ કર્યું.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, હું મારા ચહેરાનો એક વીડિયો અહીં મુકવા માંગુ છું જેમાં મારો અવાજ જણાવે છે કે, હું આત્મહત્યા કરવાની નથી. મારા પતિ અને મારું સુખી અને સ્વસ્થ લગ્નજીવન છે. હું મારા પુત્રને પ્રેમ કરું છું. હું મારા પરિવાર ને પ્રેમ કરું છું. જોખમો હોવા છતાં, McAtee mRNA રસીઓ વિશે અવાજ ઉઠાવે છે. તેમણે કહ્યું કે, મારો ભય ફેલાવવાનો કોઇ ઇરાદો નથી. તેનો હેતુ લોકોને કોઈપણ જોખમથી બચાવવાનો છે.
જોકે, કેટલાક લોકો McAteeની ચિંતાઓને બનાવટી ગણાવીને ફગાવી રહ્યા છે. જ્યારે મર્ક એન્ડ કંપનીના ભૂતપૂર્વ પ્રતિનિધિ બ્રાન્ડી વોનનો મામલો બધાની સામે છે. જેમણે રસીઓ વિરુદ્ધ બોલ્યા અને તેમના અનુભવો શેર કર્યા પછી હેરાનગતિનો સામનો કરવો પડ્યો. થોડા દિવસો પછી, વોનનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું.