શોધખોળ કરો

International Women’s Day: શા માટે મનાવાય છે વૂમન્સ ડે, શું છે તેનું મહત્વન અને ઇતિહાસ, જાણો 2024ની થીમ

આ દિવસ દ્વારા લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.

International Women's Day: દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2024 માં, આ દિવસ ઇ Inspire Inclusion થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલા દિવસ માત્ર 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે?

ભલે આપણે 21મી સદીમાં જીવી રહ્યા હોઈએ, પરંતુ સમગ્ર વિશ્વમાં એક ઘરથી લઇને દુનિયાના ખૂણા સુધી લોકોના મનમાં હજુ પણ પુરૂષ વર્ચસ્વની વિચારસરણી પ્રચલિત છે. આજે પણ આખી દુનિયામાં સ્ત્રીને પોતાને સાબિત કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારતમાં આજે પણ  કેટલાક ઘરમાં પણ મહિલા સુરક્ષિત નથી. તો બીજી તરફ કેટલીક જગ્યાએ તો શિક્ષિત મહિલાને પણ પોતાની યોગ્યતા દર્શાવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતાનો ઉલ્લેખ વાતો અને કાગળોમાં કરવામાં આવ્યો છે, પરંતુ જો આપણે જોઈએ તો તે હજુ પણ વાસ્તવિકતામાં નથી દેખાતું  ગૃહિણી વિના ઘરનું કામ કરવું અશક્ય છે, છતાં તેણે પોતાનું મહત્વ સાબિત કરવું પડશે. મહિલાઓના સંઘર્ષ અને તેમની મહેનતના મહત્વને સમજવા માટે દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મહિલા દિવસની શરૂઆત મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને તેમના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી. અહીં અમે તમને આ દિવસનો ઈતિહાસ, મહત્વ અને 2024ની થીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ શરૂ થાય છે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસનો ઈતિહાસ વર્ષ 1908 સાથે જોડાયેલો છે. અહેવાલો અનુસાર, 20મી સદીમાં અમેરિકા અને યુરોપમાં કામદારોના આંદોલન વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ થયો હતો. આ દિવસને પણ માન્યતા મેળવવા માટે  ઘણા વર્ષો લાગ્યા. આંદોલનમાં મહિલાઓએ માંગ કરી હતી કે, તેમના કામના કલાકોની મર્યાદા હોવી જોઈએ. રશિયામાં મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધનો વિરોધ કરીને મહિલા દિવસની ઉજવણી કરી. આ દિવસ જણાવે છે કે કેવી રીતે મહિલાઓએ પુરુષો અને સ્ત્રીઓના અધિકારો વચ્ચેના ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો હતો.

મહિલા દિવસનું મહત્વ

આ દિવસ દ્વારા લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. દુનિયા ભલે આધુનિક બની ગઈ હોય પરંતુ હજુ પણ મોટાભાગની મહિલાઓને પુરુષોના નિર્ણયો પર નિર્ભર રહેવું પડે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 થીમ

જ્યારે આ વૂમન ડે  1955 માં ઉજવવાનું શરૂ થયું, ત્યારે તેને ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી. આ પછી, 1996 થી, દર વર્ષે એક વિશેષ થીમ રાખવામાં આવી. આ વર્ષે 2024 માં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ‘Inspire Inclusion’          રાખવામાં આવી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એ છે કે દરેક ક્ષેત્રમાં મહિલાઓની હાજરી જરૂરી છે અને જો નથી તો શા માટે નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણીJanta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડPM Modi:પીએમ મોદીએ ભારત અને તેના શુભચિંતકોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાંPM Modi: કેવડિયામાં સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદીએ કહી આ ખાસ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ
1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે
Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે
Embed widget