શોધખોળ કરો

5-Day Banking: શું બેન્કિંગ સેક્ટરમાં ફાઇવ ડે વર્કિગ લાગૂ થશે, જાણો નાણામંત્રીએ શું કરી સ્પષ્ટતા

અગાઉ 8 માર્ચે બેંકોના સંગઠન ઈન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA અને વિવિધ બેંકોના કર્મચારીઓના યુનિયન વચ્ચે સમજૂતી થઈ હતી. કરારમાં બેંક કર્મચારીઓના પગારમાં વધારો કરવા પર સહમતિ સધાઈ હતી.

IBA-Bank Union Pact: થોડા દિવસો પહેલા બેંક એસોસિયેશન અને બેંક એમ્પ્લોઈઝ યુનિયન વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. તે પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હવે બેન્કમાં પણ  5 દિવસ વર્કિગ સપ્તાહ લાગુ કરવામાં આવશે.

બેંક કર્મચારીઓએ હજું ફાઇવ ડે વર્કિંગ માટે રાહ જોવી પડશે.  થોડા દિવસો પહેલા જ બેંક એસોસિએશન અને બેંક એમ્પ્લોઈઝ યુનિયન વચ્ચે વિવિધ મુદ્દાઓ પર સમજૂતી થયા બાદ બેંક કર્મચારીઓને ચૂંટણી પહેલા 5 દિવસના કામના સપ્તાહની ભેટ મળી શકે તેવી આશા વધી ગઈ હતી. જો કે, હવે લાખો બેંક કર્મચારીઓ નિરાશ થયા છે.

નાણામંત્રીએ આ સ્પષ્ટ ટિપ્પણી કરી હતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં બેંકોમાં 5-દિવસના સપ્તાહ અંગે અપડેટ આપી હતી. નાણા પ્રધાન સીતારમણ 14 માર્ચે IIT ગુવાહાટી ખાતે વિકાસ ભારત એમ્બેસેડર કેમ્પસ ડાયલોગને સંબોધિત કરી રહ્યા હતા. સંબોધન પછી, તેમને બેંક કર્મચારીઓના વર્ક-લાઇફ બેલેન્સ અને દર અઠવાડિયે માત્ર 5 દિવસ કામ કરવા વિશે બેંકોમાં ચાલી રહેલી ચર્ચા વિશે પૂછવામાં આવ્યું. તેના જવાબમાં નાણામંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

ગત સપ્તાહ કેટલાક મુદ્દા પર સહમિત સધાઇ હતી

અગાઉ 8 માર્ચે બેંકોના સંગઠન ઈન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA અને વિવિધ બેંકોના કર્મચારીઓના યુનિયન વચ્ચે સમજૂતી થઈ હતી. કરારમાં બેંક કર્મચારીઓના પગારમાં વધારો કરવા પર સહમતિ સધાઈ હતી. તે પછી વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે. પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થામાં વધારા સહિત અન્ય કેટલાક લાભો પર પણ ચર્ચા થઈ છે.

કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે

જો કે, બેંક કર્મચારીઓની જૂની માંગ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. બેંક કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે બેંકોમાં દર અઠવાડિયે માત્ર 5 દિવસ કામ અને દર અઠવાડિયે બે દિવસની રજા હોવી જોઈએ. હાલમાં બેંક કર્મચારીઓને દર રવિવારે રજા મળે છે, પરંતુ દર શનિવારે બેંકો બંધ હોતી નથી. મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે બેંકો ખુલ્લી રહે છે.

બીજા-ચોથા શનિવારે રજા છે

હાલમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે જે રીતે રજા મળે છે તેવી જ રીતે બેંક કર્મચારીઓ પણ પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે રજાની માંગ કરી રહ્યા છે. બેંક યુનિયન અને એસોસિએશન વચ્ચેની સમજૂતી બાદ એવા અહેવાલો આવ્યા હતા કે, નાણા મંત્રાલયની મંજૂરી આ માટે બાકી છે. ચૂંટણીની જાહેરાત પહેલા નાણા મંત્રાલય પાસેથી મંજૂરીની અપેક્ષા હતી. જો કે, આજ સુધી આવું કંઈ થયું નથી અને નાણામંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હાલમાં આવું નહીં થાય.

જાહેરાત બાદ આચારસંહિતા લાગુ કરવામાં આવશે

ચૂંટણી પંચ આજે બપોરે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. ચૂંટણી પંચની જાહેરાત થતાની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. તે પછી કેન્દ્ર સરકાર કર્મચારીઓની રજા પર કોઈ નિર્ણય લઈ શકશે નહીં. તે સ્પષ્ટ છે કે, બેંક કર્મચારીઓને  હવે ફાઇવ ડે વર્કિંગ માટે નવી સરકાર રચાઇ ત્યાં સુધી રાહ જોવી પડશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
'જો બળાત્કાર થયો, તો આરોપીના ગળા પર લવ બાઈટના નિશાન કેમ?', કોલકાતા કેસમાં ચોંકાવનારો દાવો
'જો બળાત્કાર થયો, તો આરોપીના ગળા પર લવ બાઈટના નિશાન કેમ?', કોલકાતા કેસમાં ચોંકાવનારો દાવો
Advertisement

વિડિઓઝ

Surat Congress Protest: સુરતમાં ખાડીપૂરને લઈ રાજનીતિ ભરપૂર, પાલિકાની મુખ્ય કચેરીએ કોંગ્રેસનું વિરોધ
Gujarat Congress: કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે મોટા ઘમાસાણના એંધાણ
Surat Khadi Pur devastation: પદ્મશ્રી મથુર સવાણીએ સુરતમાં ખાડીપુર ટાળવા બનાવ્યો મેગા પ્લાન
Arvind Kejriwal: કેજરીવાલે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની કરાવી શરૂઆત
Vegetable Price Hike : ચોમાસાની શરૂઆત સાથે શાકભાજીના ભાવમાં મોટો વધારો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
'રામાયણ ભાગ 1' હશે ભારતની સૌથી મોંઘી ફિલ્મ, રણબીર કપૂર-સાઈ પલ્લવીની ફિલ્મનું બજેટ જાણીને હોંશ ઉડી જશે
'જો બળાત્કાર થયો, તો આરોપીના ગળા પર લવ બાઈટના નિશાન કેમ?', કોલકાતા કેસમાં ચોંકાવનારો દાવો
'જો બળાત્કાર થયો, તો આરોપીના ગળા પર લવ બાઈટના નિશાન કેમ?', કોલકાતા કેસમાં ચોંકાવનારો દાવો
IND VS ENG: કોચ ગૌતમ ગંભીર પર ગુસ્સે થયા રવિ શાસ્ત્રી; કહ્યું- મને વિશ્વાસ નથી આવતો...
IND VS ENG: કોચ ગૌતમ ગંભીર પર ગુસ્સે થયા રવિ શાસ્ત્રી; કહ્યું- મને વિશ્વાસ નથી આવતો...
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
સાઉદી અરેબિયામાં મળી આવ્યું 8 હજાર વર્ષ જૂનું મંદિર, જાણો કેવી રીતે થઈ શોધ
સાઉદી અરેબિયામાં મળી આવ્યું 8 હજાર વર્ષ જૂનું મંદિર, જાણો કેવી રીતે થઈ શોધ
Gujarat Rain: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે ? બે સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારથી શરૂ થશે ? બે સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget