શોધખોળ કરો
અમેરિકામાં 24 કલાકમાં જ કોરોનાના કારણે 1150 લોકોનાં મોત, જાણો ક્યા મોટા શહેરમાં 15 એપ્રિલ સુધી શટડાઉન ?
અમેરિકામાં અત્યાર સુધીમાં અહીં 3,67,385 કેસ નોંધાયા છે અને 10,876 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ન્યુ યોર્કઃ વિશ્વભરમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 13.47 લાખ થઈ ગઈ છે ત્યારે અમેરિકામાં કોરોનાના દર્દી અને તેના કારણે થતાં મોતનો આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. અમેરિકામાં છેલ્લા કલાકમાં 1150 લોકોના જીવ કોરોનાના કારમે ગયા છે. અમેરિકામાં સૌથી ખરાબ સ્થિતી ન્યુ યોર્કમાં છે. આ કારણે ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં 3,67,385 કેસ નોંધાયા છે અને 10,876 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં 1,36,675 કેસ છે અને 13,341 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16, 523 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં 1,03,375 કેસ અને મૃત્યુઆંક 1800 છે. જ્યારે ફ્રાન્સમાં પણ એક લાખ પોઝિટિવ કેસ થવા આવ્યા છે અને મૃત્યુઆંક 8911 થયો છે
વધુ વાંચો





















