Myanmar: મ્યાંનમારમાં હવાઇ હુમલામાં 7 બાળકો સહિત 13 લોકોના મોત, જાણો વિગતે
હજારો લોકો દેશ છોડી રહ્યાં છે. ત્યાંના લોકો હાલ ભારતમાં આશરો લઈ રહ્યાં છે. ભારતમાં મિઝોરમમાં અત્યાર સુધીમાં હજારો લોકો પ્રવેશી ચૂક્યા છે.
બેન્કોકઃ મ્યાંનમારમાં સરકારી હેલિકૉપ્ટરોએ એક સ્કૂલ અને ગાંમ પર હુમલો કર્યો છે. જેમાં સાત બાળકો સહિત 13 લોકોના મોત થઇ ગયા છે. સ્કૂલ પ્રશાસક અને એક સહાયતા કર્મીએ સોમવારે આ જાણકારી આપી છે. દેશના બીજા સૌથી મોટા ળહેર મંડાળથી લગભગ 110 કિમી દુર તબાયિનના લેટ યૉન કોન ગાંમમાં શુક્રવારે આ હુમલો થયો. સ્કૂલની એક પ્રસાશકે કહ્યું કે, ગામના ઉત્તેરે મંડરાઇ રહેલા ચારમાંથી બે એમ આઇ -35 હેલિકૉપ્ટરોએ મશીનગનો અને ભારે હથિયારોથી સ્કૂલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતુ, તો વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાનો પર તરત જ ખસેડી દેવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે સ્કૂલમાં 6 બાળકોના મોત થઇ ગયા અને એક ગાંમમા 13 વર્ષીય છોકરાની પણ ગોળી મારીને હત્યા કરી દેવામા આવી હતી.
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં મ્યાનમારમાં સેના દ્વારા કરવામાં આવેલા તખ્તાપલટ બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. મ્યાનમારમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં પણ વિદેશી મુદ્રા ભંડારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2021ના તખ્તાપલટ બાદ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે તેનું વિદેશી દેવું વધ્યું છે અને કોવિડ મહામારીએ દેશની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર કરી છે.
હજારો લોકો દેશ છોડી રહ્યાં છે. ત્યાંના લોકો હાલ ભારતમાં આશરો લઈ રહ્યાં છે. ભારતમાં મિઝોરમમાં અત્યાર સુધીમાં હજારો લોકો પ્રવેશી ચૂક્યા છે. ગયા મહિને મિઝોરમના એક સ્થાનિક નેતાએ આ અંગે માહિતી આપી હતી. જોખાવથર ગ્રામ પરિષદના પ્રમુખ લાલમુઆનપુઈયાએ એક ખાનગી સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, રવિવારથી મ્યાનમારમાંથી સેંકડો લોકો મિઝોરમમાં પ્રવેશી ચૂક્યા છે.
લશ્કરે વટાવી ક્રૂરતાની તમામ હદ, સરકાર સામે વિરોધ કરતા 5 બાળકો સહિત 11 લોકોને જાહેરમાં જીવતા સળગાવી દીધા
મ્યાનમારમાં લશ્કરનો ક્રૂર ચહેરો સામે આવ્યો છે. અહીં સરકાર સામે વિરોધ કરતા 11 લોકોને લશ્કરે જીવતા સળગાવી દીધા. મ્યાંમારમાં ફેબુ્રઆરી માસમાં લશ્કરી બળવો થયા બાદ સૈન્યએ ક્રૂરતાની હદ પાર કરી છે. અહીં પ્રદર્શનકારીઓ સામે અમાનવીય ત્રાસ ગુજરાવમાં આવી રહ્યો છે. અહીં લશ્કરે દ્વારા સરકાર સામે પ્રદર્શન કરી રહેવા લોકો પર ભયંકર ત્રાસ આપતા લોકોના ટોળા પર ટ્રક ચલાવવામાં આવે છે તો તેના પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમને મોતના ઘાટ ઉતારી દેવાઇ છે.
મ્યાંમારના સગાઈંગ પ્રાંતમાં લશ્કરે સરકાર સામે પ્રદર્શન કરી રહેલા 11 લોકોને જીવતા સળગાવી દીધાં છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાની દુનિયાભરમાં આલોચનના થઇ રહી છે. આ 11 લોકોમાં 5 બાળકોના પણ સમાવેશ થાય છે. આ ઘટનાનો વીડિયો સામે આવતાં આગમાં તડપતાં લોકોને જોઇએ લોકો આ ઘટના પર અને લશ્કરીની ક્રૂરતા પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે લોકો પર થતાં અત્યાચારો બાબતે ચિંતા વ્યક્ત મ્યાંમારના સૈન્યને આવું અમાનવીય કૃત્ય ન કરવાની પણ તાકીદ કરી હતી. હ્મુમન રાઈટ્સ વોચડોગે આવો બર્બર હુકમ આપનારા મ્યાંમારના સૈન્ય અધિકારીઓ ઉપર યુએન પ્રતિબંધ મૂકે એવી માંગણી કરી છે. થોડા દિવસ પહેલા પ્રદર્શનકારીઓ પર ટ્રક ફેરવી દેવાયો હતો. જેમાં અનેક લોકો મોત સાથે કેટલાક લોક ઇજાગ્રસ્ત થયા હતા. આ વીડિયો સામે આવતા મ્યાનમારના લશ્કરી અધિકારી પર લોકો ફિટકારી વરસાવી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ આ અઠવાડિયે મ્યાનમારના લોકશાહી નેતા આંગ સાન સુ કી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિન મિન્ટ અને અન્યોને સજા સંભળાવવા મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. સુ કીને હિંસા માટે લોકોને ભડકાવવા અને COVID-19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને તેમને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI