શોધખોળ કરો
Advertisement
નેપાળ: બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકતા 14ના મોત, 18 ઘાયલ
બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કાઠમાંડૂ: નેપાળના સિંધુપાલચૌક જિલ્લામાં રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બસ કાલિનચૌક મંદિરથી ભક્તપુર પાછી ફરી રહી હતી. જેમાં 40 શ્રદ્ધાળુઓ સવાર હતા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. જો કે, દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જિલ્લા પોલીસ પ્રવક્તા ગણેશ ખાનલે કહ્યું,12 યાત્રિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. તમામ ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે ક્લિનર ગંભીર ઈજાગ્રસ્ત છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે વરસાદ પડવાના કારણે રોડ ઉપર ચીકાસ હતી. જેના કરાણે બસ સ્લિપ થઈ અને ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે અકસ્માત થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion