શોધખોળ કરો

26/11 હુમલાના 12 વર્ષ બાદ પાકિસ્તાને સૌથી મોટો ગુનો કબૂલ્યો, હુમલો કરનારાઓના નામ કર્યા જાહેર

FIAએ બુધવારે 880 પાનાની મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની એક યાદી જાહેર કરી છે, જેમાં 1210 હાઈ પ્રોફાઈલ અને દેશના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના નામ સામેલ છે. તેમાં ભારતના તે 11 ગુનેગાર છે. જેમનો મુંબઈ હુમલામાં હાથ હતો.

નવી દિલ્હી: પાકિસ્તાન આતંકવાદને લઈ દુનિયા સામે બેનકાબ થઈ ચૂક્યું છે. 26/11 હુમલાના 12 વર્ષ બાદ પાકિસ્તાને પોતાના સૌથી મોટા ગુનાની કબૂલાત દુનિયા સામે કરી છે. પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સ (FIA)એ સ્વિકાર્યું છે કે, જે મુંબઈ આતંકી હુમલામાં 150થી વધુ લોકોના મોત થયા હતા તે હુમલાના ષડયંત્ર કરનાર પાકિસ્તાનમાં રહી રહ્યાં હતા. FIAએ બુધવારે 880 પાનાની મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની એક યાદી જાહેર કરી છે, જેમાં 1210 હાઈ પ્રોફાઈલ અને દેશના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના નામ સામેલ છે. તેમાં ભારતના તે 11 ગુનેગાર છે. જેમનો મુંબઈ હુમલામાં હાથ હતો. આ લિસ્ટમાં સૌથી ઉપર મુલ્તાનનો રહેવાશી મોહમ્મદ અમઝદ ખાન છે, જેણે દરિયાના રસ્તે આતંકીઓને ઘૂસવા માટે બોટ ખરીદી આપી હતી. અમઝદે જ કરાચીથી લાઈફ જેકેટ અને નવી મોટર બોટ ખરીદી હતી. તેના નામ સાથે જ પાકિસ્તાને સ્વીકાર્યું કે, બહાવલપુરના રહેવાશી શાહિદ ગફૂર ઘૂસણખોરીમાં ઉપયોગમાં લેવાયેલી બોટનો કેપ્ટન હતો. આતંકીઓની મદદ કરનાર અન્ય લોકો પણ હતા, જેના નામ પાકિસ્તાને પહેલીવાર દુનિયા સામે ઉજાગર કર્યા છે. આ નામોમાં મોહમ્મદ ઉસ્માન, અતીક-ઉર-રહેમાન, રિયાઝ અહમદ, મુહમ્મદ મુશ્તાક, અબ્દુલ શકૂર, મોહમ્મદ ઉસ્માન અને શકીલ અહમદ છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલા બાદ પાકિસ્તાન દેખાડો કરવા માટે પોતાના દેશમાં કેટલાક આતંકીઓ પર કાર્યવાહી તો કરી હતી પરંતુ સત્તાવાર રીતે એ વાતનો ઈનકાર કરી દીધો હતો કે, આતંકી તેણે મોકલ્યા હતા. હાલમાં પાકિસ્તાન FATF ની ગ્રે-લિસ્ટમાં અને આ વખતે ખૂબજ મુશ્કેલીથી બ્લેક લિસ્ટ થવાથી બચ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget