રૂપિયા સામે સાવ પામર છે આ દેશો, સસ્તા પ્રવાસ માટે શ્રેષ્ઠ વિકલ્પ
કમ્બોડિયા તેની અનોખી ડિઝાઇન અને આશ્ચર્યજનક મંદિરો વિશે જાણીતું છે. જંગલો અને ઝરણાંના પ્રેમમાં પડવાની તૈયારી કરો!
વિદેશી દેશોની યાત્રા વારંવાર એક મોંઘી મુસાફરી તરીકે ગણવામાં આવે છે, યુ.એસ. ડોલર અને યુરોના વધતા જતા દર સાથે, મોટાભાગના વિદેશી દેશોની મુસાફરી અશક્ય લાગે છે, પરંતુ તમે ભારતીય રૂપિયાની તાકાત ઓછી ના સમજો. જો તમે સસ્તામાં વિદેશ ફરવા માગો છો તો એવા ઘણા દેશ છે જ્યાં ભારતીય રૂપિયાની કિંમત વધારે છે. આ દેશોમાં ત્યાંની હોટલમાં રોકાવું, ખાવું-પીવું અને ફરવાનું સસ્તું છે. ફરવા માટે આ દેશોમાં અનેક સારા સ્થળો છે. તેવામાં તમે જો કોઇ દેશમાં ફરવાની યોજના બનાવી શકો છો. આજે અમે એવી જ દેશો અંગે જણાવી રહ્યાં છીએ, જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય વધું છે.
કમ્બોડિયા
1 રૂપિયા = 54.65 કમ્બોડિયન રીયાલ
કમ્બોડિયા તેની અનોખી ડિઝાઇન અને આશ્ચર્યજનક મંદિરો વિશે જાણીતું છે. જંગલો અને ઝરણાંના પ્રેમમાં પડવાની તૈયારી કરો! કમ્બોડીયાને ઓછા ખર્ચે તેનો પ્રાચીન ઇતિહાસ જોવા માટે પસંદ કરો, કારણ કે એક રૂપિયા બરાબર 54.65 કમ્બોડિયન રીયાલ છે. તે એક સ્વર્ગ છે અને તમારી રાહ જોઈ રહ્યું છે! અંગકોર ટેમ્પલ, સાઉથર્ન આઇલેન્ડ, , નેશનલ મ્યૂઝિયમ સાથે જ અનેક રોયલ પેલેસ જોવાલાયક છે.
ઝિમ્બાબ્વે
1 રૂપિયા = 4.88 ZWD
ઝિમ્બાબ્વેનું સત્તાવાર ચલણ અમેરિકન ડોલર છે. પરંતુ આ દેશમાં ફુગાવાના કારણે ફૂડ અને લોકલ પર્યટન સ્થળ જોવાનું ખૂબ જ સસ્તું છે. તેથી તેનો લાભ લઇને તમે અહીં પ્રવાસ માટેનું આયોજન કરી શકો છો. ઝિમ્બાબ્વેની રાજધાની હરારે છે જ્યાં તમે શોપિંગ અને નાઇટ લાઇફની મજા માણી શકો છો. તમે આફ્રિકામાં હોવ અને વાઇલ્ડલાઇફની વાત ન થાય તે શક્ય નથી. તમે અહીં વાઇલ્ડ લાફઇની પણ મજા લઈ શકો છો. તમે અહીં ઝિમ્બાબ્વેના નેશનલ પાર્ક જેમ કે વિક્યોરીઆ ફોલ્સ, મના પૂલની સફાની મજા માણી શકો છો. અહીં તમને બોર્ડિંગ, ફૂડ અને હરવા ફરવા માટે પરિવહન ખૂબ જ સસ્તામાં મળી જશે.
પેરાગ્વે
1 રૂપિયા = 88.05 PYG
આ વિશ્વનો સૌથી સસ્તો દેશ છે. અહીં ખાવાનું અને રહેવાનું ઘણું જ સસ્તું છે. પેરાગ્વે એક જૂનું મોહક શહેર છે જેની મુલાકાત અનિવાર્ય છે. પેરાગવે ઓછું જાણીતું અને હજુ સુધી સુંદર છે! મોટાભાગના પ્રવાસીઓએ પેરાગ્વેની અવગણના કરે છે, તે જાણતા નથી કે તેઓ સૌથી વધુ મજેદાર દક્ષિણ અમેરિકન અનુભવને છોડી રહ્યા છે. તમે ચોક્કસપણે તે છોડવા નથી માંગતા કારણ કે તે યાદગાર અને સસ્તું છે!!
લાઓસ
1 રૂપિયા = 127.12 LAK
આ દેશ પ્રાકૃતિક સૌન્દર્યના લીધે ખુબ જ પ્રખ્યાત છે. આ દેશમાં તમે પણ વગર વિઝાએ તમે ફરી શકો છો. તમારા પાસપોર્ટના આધારે જ અહીં તમને એરપોર્ટ પર જ વિઝા મળી જશે. આ દેશ વિયેતનામ, ચાઈના, કમ્બોડિયા, થાઈલેન્ડ અને બર્માનિ વચ્ચે આવેલો ખુબ જ મહત્વનો દેશ છે. તમે અહીં પણ કુદરતી વાતાવરણનિ મજા લઈને ફરી શકો છો.
કોલમ્બિયા
1 રૂપિયા = 50 COP
કોલંબિયાનું ચલણ પેસો છે જે ભારતના રૂપિયા સામે ઘણો નબળો છે. પ્રદેશનો સૌથી પ્રખ્યાત બગીચો, ફિનલે પાર્ક છે, તેમાં તહેવારોથી માંડી રાજકીય રેલીઓ અને રોડ રેસથી માંડીને ઇસ્ટર સનરાઇઝ સર્વિસના કાર્યક્રમો યોજાય છે. કોલંબિયાના સૌથી શ્રેષ્ઠ સ્થળોમાંનું એક રિવરબેન્ક ઝૂ અને ગાર્ડન છે. રિવરબેન્ક ઝૂ સલુદા નદીના કિનારે સ્થિત 2000 જેટલાં પ્રાણીઓને કુદરતી રહેઠાણ પૂરું પાડતું અભ્યારણ છે. નદીના પેલે પાર, ૭૦-એકર (૨,૮૦,૦૦૦ મીટ૨) વનસ્પતિના બગીચા આવેલા છે, જે બગીચા, જંગલપ્રદેશ, વનસ્પતિના એકત્રિકરણ સ્થળ અને નષ્ટ પામેલા અવશેષોનું સંગ્રહસ્થાન છે. રિવરબેન્ક અમેરિકાના સૌથી શ્રેષ્ઠ પ્રાણીસંગ્રહાલયોમાં અગ્રીમ મનાય છે અને જે દક્ષિણ-પૂર્વનું પ્રમુખ પ્રવાસન આર્કષણનું કેન્દ્ર છે. આ પ્રાણીસંગ્રહાલયે 2009ના વર્ષમાં 10 લાખથી વધુ પ્રવાસીઓને આર્કષ્યા હતાં.
શ્રીલંકા
1 રૂપિયા = 2.66 LKR
શ્રીલંકા, એક ભૂમિ જેને હિન્દ મહાસાગર દ્વારા ચુંબન કરવામાં આવે છે, તે જાદુઈ છે! અહીંના દરિયાકિનારા અદ્વિતીય છે અને દરેક સમુદ્ર પ્રેમી માટે સ્વર્ગ છે. શ્રીલંકા પર્યટકો નું ઐતિહાસિક અવષેશો અને સુંદર વન્યજીવન થી સ્વાગત કરે છે. હિંદ મહાસાગરનું આ મોતી વિશ્વભરમાં પ્રવાસ કરવા માટે સૌથી સુંદર દેશો પૈકીનું એક છે. શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્ર ધરાવે છે અને દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.
ઇન્ડોનેશિયા
1 રૂપિયા = 195.09 IDR
છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડોનેશિયા પ્રવાસન હોટ સ્પોટમાં સર્વવ્યાપી છે, ખાસ કરીને બીચ વિસ્તારોમાં & પર્વની ઉજવણી. અહીંના ટ્રોપિકલ જંગલો ઘણા પ્રકારના વૃક્ષો અને જીવ જંતુઓથી સમૃદ્ધ છે તેથી પ્રકૃતિ પ્રેમીઓને અહીં રસરૂચી દાખવે છે. મંદિર, વિશાળ મસ્જિદ અને આધુનિક સુવિધાઓની સાથે ઇન્ડોનેશિયામાં પર્યટકો માટે ઘણાં વિકલ્પો છે.