અમેરિકામાં રહેવા માટે સૌથી સસ્તી અને સૌથી સારી જગ્યા કઇ છે? જુઓ રિપોર્ટ
શું તમે અમેરિકામાં રહેવા માટે સારી અને સસ્તી જગ્યા શોધી રહ્યા છો? તો અહી આપેલા રિપોર્ટમાં તમને જવાબ મળશે.
શું તમે અમેરિકામાં રહેવા માટે સારી અને સસ્તી જગ્યા શોધી રહ્યા છો? તો અહી આપેલા રિપોર્ટમાં તમને જવાબ મળશે. NICHE 2024 માટે 'અમેરિકામાં રહેવા માટે શ્રેષ્ઠ સ્થાન'નો રિપોર્ટ બહાર પાડ્યો છે. નિશ દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડે છે. તેમાં અમેરિકામાં રહેવા માટેના શ્રેષ્ઠ અને સસ્તા સ્થળો અને શહેરો વિશેની માહિતી છે. આ સતત 10મું વર્ષ છે જ્યારે NICHE આ રિપોર્ટ જાહેર કર્યો છે.
આ શ્રેષ્ઠ શહેર છે
આ રિપોર્ટ અનુસાર, અમેરિકામાં રહેવા માટે શ્રેષ્ઠ શહેર નેપરવિલે છે, જે ઇલિનોઇસમાં આવેલું છે. આ શહેર શિકાગોથી માત્ર એક કલાક દૂર છે.
નેપરવિલેની વસ્તી અંદાજે 1.5 લાખ છે. અહીં અનેક રેસ્ટોરન્ટ્સ, કોફી શોપ અને પાર્ક છે. અહીં સરેરાશ માસિક ભાડું 1,787 ડોલર છે. ભારતીય ચલણ પ્રમાણે તે અંદાજે 1.5 લાખ રૂપિયા થાય છે. નેપરવિલેમાં દરેક પરિવારની સરેરાશ વાર્ષિક આવક 1.43 લાખ ડોલર (આશરે 1.20 કરોડ રૂપિયા) છે. અહીંની 26 ટકા વસ્તી ભાડાના મકાનમાં રહે છે.
રહેવા માટે 10 શ્રેષ્ઠ શહેરો
- નેપરવિલે, ઇલિનોઇસ
- ધ વૂડલેન્ડ્સ, ટેક્સાસ
- કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ
- અર્લિંગ્ટન, વર્જિનિયા
- પ્લાનો, ટેક્સાસ
- ઇર્વિન, કેલિફોર્નિયા
- કોલંબિયા, મૈરીલૈન્ડ
- ઓવરલેન્ડ પાર્ક, કેન્સાસ
- એન આર્બર, મિશિગન
- બેલેવુએ, વોશિંગ્ટન
આ છે સૌથી સારી જગ્યા
નિશેએ પોતાના રિપોર્ટમાં કોલોનિયમ વિલેજને 2024માં રહેવા માટે સૌથી સારી જગ્યાની રેન્કમાં પ્રથમ નંબર પર રાખ્યું છે. કોલોનિયલ વિલેજ વર્જીનિયાના આર્લિંગ્ટનમાં આવેલું છે. કોલોનિયલ વિલેજને નિશ દ્વારા 2019 થી રહેવા માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે ઓળખવામાં આવ્યું છે. 2023માં પણ તે નંબર વન પર હતું.
જો કે, અહીં ભાડું ઘણું વધારે છે. રિપોર્ટ અનુસાર કોલોનિયલ વિલેજની વસ્તી ત્રણ હજારથી ઓછી છે. અહીં ઘરનું સરેરાશ ભાડું 2,037 ડોલર એટલે કે અંદાજે 1.69 લાખ રૂપિયા છે. આમ છતાં અહીંની 71 ટકા વસ્તી ભાડા પર રહે છે.
રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે કારણ કે અહીં ગુનાનો કોઇ કેસ નથી. અહીં રહેતા દરેક પરિવારની સરેરાશ વાર્ષિક આવક 1.07 લાખ ડોલર (લગભગ 90 લાખ રૂપિયા) છે.
સૌથી સસ્તું સ્થળ કયું છે?
આ વર્ષે ઇન્ડિયાનાના સાઉથ બેન્ડને સૌથી સસ્તું શહેર જાહેર કરવામાં આવ્યું છે. અહીં ઘર ખરીદવું પણ અન્ય શહેરોની સરખામણીમાં ઘણું સસ્તું છે. અને ભાડું પણ ઓછું છે.
લગભગ એક લાખની વસ્તી ધરાવતા સાઉથ બેન્ડમાં તમે 1.13 લાખ ડોલર (લગભગ 95 લાખ રૂપિયા)માં તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. અહીં 937 ડોલર (લગભગ 78 હજાર રૂપિયા)માં ભાડા માટેનું ઘર પણ મળશે.
જો કે, અહીં ગુનાઓ ખૂબ જ વધારે છે. અહીં એક લાખની વસ્તી દીઠ બળાત્કારનો દર 76.4 છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 41 કરતા ઓછી છે. ચોરી અને લૂંટ જેવી બાબતોમાં પણ અહીંનો રેકોર્ડ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો ખરાબ છે.