શોધખોળ કરો

Airlines: હવે અમેરિકાની ફ્લાઈટમાં થયો પેસાબકાંડ, મુસાફરે અન્ય પર કર્યું ટોઈલેટ

ફ્લાઇટ શુક્રવારે એટલે કે 3 માર્ચ રાત્રે 9:16 વાગ્યે ન્યૂયોર્કથી ઉડાન ભરી હતી અને 14 કલાક 26 મિનિટ પછી શનિવારે 4 માર્ચે રાત્રે 10:12 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

Passenger Urinated In American Flight: ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં નશામાં ધૂત પેસેન્જરે કથિત રીતે તેના મિત્ર પર પેશાબ કર્યો હતો. ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ઉતર્યા બાદ તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આ સમગ્ર ઘટના AA292 અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ વિશે જણાવવામાં આવી રહી છે.

ફ્લાઇટ શુક્રવારે  એટલે કે 3 માર્ચ રાત્રે 9:16 વાગ્યે ન્યૂયોર્કથી ઉડાન ભરી હતી અને 14 કલાક 26 મિનિટ પછી શનિવારે 4 માર્ચે રાત્રે 10:12 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આરોપી કથિત રીતે અમેરિકાની એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને તેણે નશાની હાલતમાં સૂતી વખતે પેશાબ કર્યો હતો. તેનું કહેવું છે કે, તેણે જાણી જોઈને આવું નથી કર્યું. ઊંઘમાં જ તેનો પેશાબ બહાર નીકળી ગયો હતો અને સાથી મુસાફર પર પડ્યો હતો. જેણે લઈને ક્રૂને ફરિયાદ કરવામાં આવી હતી.

આરોપીએ માફી માંગી

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ આ માટે માફી માંગી હતી. ત્યારબાદ પીડિત મુસાફરે તેની સામે કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેનાથી તેની કારકિર્દી બગાડી શકે છે. જોકે, એરલાઈને આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આઈજીઆઈ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને જાણ કરી હતી. ATCએ CISFના જવાનોને એલર્ટ કર્યા હતાં. જેમણે આરોપી મુસાફરને દિલ્હી પોલીસને સોંપી દીધો.

આરોપી અમેરિકન એરલાઇન્સમાં મુસાફરી કરી શકશે નહીં

અમેરિકન એરલાઈન્સે આરોપી સામે કડક કાર્યવાહી કરી છે. અમેરિકન એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિને ભવિષ્યમાં અમેરિકન એર પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને તેણે તેની રિટર્ન ટિકિટ પણ રદ કરી દીધી છે.

આ પહેલા પણ ઘટી ચુકી છે આ પ્રકારની ઘટનાઓ

ગયા વર્ષે નવેમ્બરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત વ્યક્તિ (શંકર મિશ્રા)એ એક વૃદ્ધ મહિલા પર કથિત રીતે પેશાબ કર્યો હતો. આ ઘટનાના લગભગ એક મહિના બાદ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. હવે જ્યારે આવો બીજો કિસ્સો આવ્યો ત્યારે અમેરિકન એરલાઈન્સે તેને ગંભીરતાથી લીધો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget