Joe Biden Meet PM Modi: જો બાઈડેનને મળ્યા PM મોદી, અમેરિકી રાષ્ટ્રપતિએ કર્યું UNSCમાં ભારતના કાયમી સભ્યપદનું સમર્થન
Joe Biden Meet PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં યુએસ પ્રમુખ જો બાઈડેનને મળ્યા, જ્યાં બાઈડેને તેમના નિવાસસ્થાન પર પીમ મોદીનું સ્વાગત કર્યું.
Joe Biden Meet PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં યુએસ પ્રમુખ જો બાઈડેનને મળ્યા, જ્યાં બાઈડેને તેમના નિવાસસ્થાન પર મોદીનું સ્વાગત કર્યું. બંને નેતાઓ મળ્યા કે તરત જ એકબીજાને ગળે લગાડ્યા. આ પછી બાઈડેન પીએમ મોદીનો હાથ પકડીને તેમના ઘરની અંદર લઈ ગયા.
સમગ્ર ઇતિહાસની વાત કરીએ તો આ સમયે ભારતની અમેરિકા સાથેની ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત, નજીક અને ગતિશીલ છે. પીએમ મોદી સાથેની તસવીરો શેર કરતી વખતે જો બાઈડેને પોતાની એક્સ-પોસ્ટમાં લખ્યું હતું કે વડાપ્રધાન મોદી, જ્યારે પણ અમે બેસીએ છીએ ત્યારે સહકારના નવા ક્ષેત્રો શોધવાની અમારી ક્ષમતાથી હું પ્રભાવિત થયો છું. આજે પણ કંઈ અલગ નહોતું.
The United States' partnership with India is stronger, closer, and more dynamic than any time in history.
— President Biden (@POTUS) September 21, 2024
Prime Minister Modi, each time we sit down, I'm struck by our ability to find new areas of cooperation. Today was no different. pic.twitter.com/TdcIpF23mV
અમેરિકાએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને વડા પ્રધાન મોદીને જણાવ્યું હતું કે યુ.એસ. ભારતનો મહત્વપૂર્ણ અવાજ પ્રતિબિંબિત કરવા માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની પહેલને સમર્થન આપે છે. આ સાથે તેમણે શાંતિ માટે ઓગસ્ટમાં પીએમ મોદીની યુક્રેન મુલાકાતની પણ પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી
તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન સાથે શાંતિપૂર્ણ ઉકેલ માટે વાતચીતની ઓફર કરી હતી. આ પછી તે શાંતિનો સંદેશ લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળવા પણ ગયા હતા. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા જ શાંતિનો ડ્રાફ્ટ તૈયાર કરીને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રશિયન રાષ્ટ્રપતિ પુતિન પાસે મોકલ્યા હતા. આ પછી રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલની શક્યતા વધી ગઈ છે.
ભારત-અમેરિકાની ભાગીદારી ગાઢ બની
ક્વાડ સમિટ દરમિયાન ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની છે. આ ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર સહયોગ પણ ખૂબ જ મજબૂત થયો હતો. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ આપણા ગ્રહ માટે સ્વચ્છ, વધુ સમાવિષ્ટ, વધુ સુરક્ષિત અને વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવવાના પ્રયાસોની સફળતા માટે યુએસ-ભારતની નજીકની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી.
આ પણ વાંચો...