શોધખોળ કરો

પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું

PM Narendra Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે.

PM Narendra Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય પ્રવાસે અમેરિકા પહોંચ્યા છે. તેઓ અહીં ક્વાડ નેતાઓની ચોથી શિખર બેઠકમાં ભાગ લેશે. આ સંમેલન ડેલાવેરના વિલમિંગ્ટનમાં યોજાશે. આ પહેલા તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.

બીજી તરફ, પીએમ મોદીના આગમન પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે આજે હું વડાપ્રધાન અલ્બનીઝ, નરેન્દ્ર મોદી અને કિશિદાનું મારા ઘર ડેલાવેરમાં સ્વાગત કરીશ. આ નેતાઓ માત્ર એક સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ડો-પેસિફિકને સુનિશ્ચિત કરવા માટે જરૂરી નથી પરંતુ તેઓ મારા અને અમારા દેશના મિત્રો છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની દ્વિપક્ષીય બેઠક પહેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જેક સુલિવાને રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોનું સમર્થન કરવું જોઈએ. સુલિવાને કહ્યું કે યુદ્ધ અને વડાપ્રધાન મોદીની તાજેતરની યુક્રેન મુલાકાત પર, ક્વાડ શિખર સંમેલન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિના ડેલવેર સ્થિત વિલમિંગ્ટન નિવાસસ્થાને યોજાનારી મોદી-બાઈડેન દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા થવાની અપેક્ષા છે.

અમેરિકા પહોંચવા પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, "હું ફિલાડેલ્ફિયા પહોંચી ગયો છું. આજના કાર્યક્રમમાં ક્વાડ સમિટ અને યુએસ પ્રમુખ જો બિડેન સાથેની દ્વિપક્ષીય બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મને ખાતરી છે કે દિવસભરની ચર્ચાઓ આપણા ગ્રહને સુધારવા અને અગ્રણી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે." વૈશ્વિક પડકારોને ઉકેલવામાં યોગદાન આપશે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "ભારતીય સમુદાયે અમેરિકામાં પોતાની ઓળખ બનાવી છે અને વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. તેમની સાથે વાર્તાલાપ કરવામાં હંમેશા આનંદ થાય છે. 22 સપ્ટેમ્બર, રવિવારના રોજ IST રાત્રે લગભગ 9:30 વાગ્યે હું ન્યુયોર્કમાં રહીશ અને શહેરમાં મોદી અને યુએસ કાર્યક્રમને સંબોધીશ.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, "હું તે મુદ્દાઓ પર વિગતવાર નહીં બોલું કે બાઈડેન શું વાત કરશે, જે સ્પષ્ટપણે સંવેદનશીલ છે અને દ્વિપક્ષીય બેઠકમાં સ્પષ્ટપણે મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ હશે." સુલિવાને કહ્યું, "અમેરિકાનું એ સ્પષ્ટ દૃષ્ટિકોણ છે કે યુક્રેન વિરુદ્ધ રશિયાના ક્રૂર આક્રમક યુદ્ધે આંતરરાષ્ટ્રીય કાયદાના દરેક માપદંડ અને સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું છે, અને ભારત જેવા દેશોએ આગળ આવીને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોનું સમર્થન કરવું જોઈએ." તેમણે એમ પણ કહ્યું કે દરેક દેશે રશિયાને યુદ્ધ સામગ્રી આપવાથી બચવું જોઈએ.

તેમણે કહ્યું, "રાષ્ટ્રપતિ (બાઈડેન) વડાપ્રધાન મોદી પાસેથી યુક્રેનની તેમની મુલાકાત વિશે પણ જાણવા માગશે, જે એક મહત્વપૂર્ણ અને ખરેખર ઐતિહાસિક મુલાકાત હતી. સાથે જ, આ તે બંને માટે આગળની રાહ વિશે પોતાના વિચારો પર વાતચીત કરવાની એક તક હશે." મોદીએ ઓગસ્ટમાં (યુક્રેનના) રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે બેઠક કરવા માટે યુક્રેનની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોઃ

BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
ટેસ્ટ બાદ હવે ODI કેપ્ટન તરીકે પણ રોહિતનું પત્તું કપાશે! જાણો કોણ હશે નવો કેપ્ટન, BCCI એ પણ....
Embed widget