ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા પર વિવાદ શું છે? અમેરિકન સેનેટમાં તેને આંતરરાષ્ટ્રીય સરહદ માનવામાં આવી
નોંધનીય છે કે અમેરિકાનો આ પ્રસ્તાવ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના દાવાને પણ નકારી કાઢે છે
અમેરિકાએ તાજેતરમાં દ્વિપક્ષીય ઠરાવ પસાર કર્યો હતો. આ હેઠળ મેકમોહન રેખાને અરુણાચલ પ્રદેશ અને ચીન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માન્યતા આપવામાં આવી છે અને પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને 'ભારતનો અભિન્ન ભાગ' તરીકે વર્ણવવામાં આવ્યો છે.
અમેરિકી સેનેટમાં પ્રસ્તાવ રજૂ કરનારા સાંસદોમાંના એક સેનેટર બિલ હેગર્ટીએ કહ્યું કે હાલમાં ચીન હિંદ-પ્રશાંસ વિસ્તાર માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યું છે, આવી સ્થિતિમાં અમેરિકા માટે જરૂરી છે કે તેણે પોતાના રણનીતિક ભાગીદારો ખાસ કરીને ભારત સાથે ઉભા રહેવું જોઇએ.
પ્રસ્તાવ રજૂ કરતા હેગર્ટી અને સેનેટર જેફ મર્કલેએ કહ્યું કે અમે આ પગલું ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચેની ટકરાવ બાદ ઉઠાવી રહ્યા છીએ. આ ઠરાવ પછી તે સ્પષ્ટ થઈ ગયું કે સેનેટ સ્પષ્ટપણે અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે સમર્થન આપે છે. ઠરાવ રજૂ કરતા હેનરીએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિ બદલવાની ચીનની માંગની નિંદા કરી હતી.
નોંધનીય છે કે અમેરિકાનો આ પ્રસ્તાવ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના દાવાને પણ નકારી કાઢે છે, જે મુજબ અરુણાચલ પ્રદેશ ચીનનો વિસ્તાર છે. સેનેટર જેફ મર્કલેએ કહ્યું, 'અમેરિકા સ્વતંત્રતા, ન્યાયીપણું અને કાયદાના શાસનનું સમર્થન કરે છે. આ પ્રસ્તાવથી સ્પષ્ટ છે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન અંગ માને છે, એટલે કે અમેરિકા અરુણાચલ પ્રદેશને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાનો ભાગ નથી માનતું.
1962 થી અત્યાર સુધી ભારત અને ચીન સિક્કિમ-ભૂતાન-તિબેટ સરહદ પર સામસામે ઉભા છે. તાજેતરનો મામલો અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બર 2022ના રોજ ભારત અને ચીન વચ્ચેની અથડામણનો છે. આ અથડામણ બાદ ભારતીય સેનાએ કહ્યું કે અથડામણમાં બંને દેશના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે પરંતુ ચીનના સૈનિકોની સંખ્યા વધુ છે. વર્ષ 2020ની શરૂઆતમાં બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ઘણો હિંસક હતો. 1975થી ગાલવાનમાં બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.
ખાસ વાત એ છે કે ભારતની સાથે સાથે ચીનનો પણ અનેક દેશો સાથે સરહદને લઈને વિવાદ છે. આમાં કુલ 14 દેશો સામેલ છે. ભારત-પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, મંગોલિયા, રશિયા, ઉત્તર કોરિયા, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર, ભૂતાન અને નેપાળ આ યાદીમાં સામેલ છે એટલે કે આ તમામ દેશોની સરહદો ચીન સાથે છે.
સમય જતાં ચીને અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન, મ્યાનમાર, પાકિસ્તાન અને રશિયા સાથેના તેના વિવાદોને ઘણી હદ સુધી ઉકેલી લીધા છે, પરંતુ આ વિવાદ હજુ પણ મોટાભાગના પડોશી દેશો સાથે ચાલી રહ્યો છે. હાલમાં ચીનનો સૌથી મોટો સીમા વિવાદ ભારત સાથે અને અમુક અંશે ભૂટાન સાથે ચાલી રહ્યો છે. ભૂમિ સરહદ ઉપરાંત ચાર દેશો ચીન સાથે દરિયાઈ સરહદ પણ વહેંચે છે. જેમાં જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે.
19મી અને 20મી સદીની શરૂઆતમાં ચીનને બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, રશિયા અને જાપાન સાથે ઘણી સંધિઓ પર હસ્તાક્ષર કરવાની ફરજ પડી હતી. આમાંની ઘણી સંધિઓ એવી હતી કે ચીની સરકારે સંસ્થાનવાદીઓને રક્ષણ આપ્યું હતું. મતલબ કે ચીને આ દેશોને બિઝનેસ કરવા માટે વિશેષાધિકાર આપ્યા છે. આ દરમિયાન ચીને તેના કેટલાક પ્રદેશો પણ આ દેશોને સોંપી દીધા હતા.