શોધખોળ કરો

Student Visa: કેનેડા બાદ ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાના નિયમો બનાવ્યા કડક, ભારતીયો પર શું થશે અસર?

Student Visa: આ નિયમો ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈમિગ્રેશન પર રોક લગાવવા લાવવામાં આવ્યા હતા

Student Visa: ઓસ્ટ્રેલિયાએ હવે પોતાના દેશમાં માઈગ્રન્ટ્સની વધતી સંખ્યાને લઈને એક મોટું પગલું ભર્યું છે. જે હવે ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે સમસ્યા બની ગઈ છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાએ તેના સ્ટુડન્ટ વિઝા નિયમો કડક બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, ઓસ્ટ્રેલિયાના વિઝાના નિયમોમાં હવે અંગ્રેજી ભાષાની આવશ્યકતા અને બહારના વિદ્યાર્થીઓ માટે ‘Genuine Student Test’નો સમાવેશ થાય છે. જો આ નિયમોનો ભંગ થશે તો સરકાર પાસે આ શિક્ષણ પ્રદાતાઓને સસ્પેન્ડ કરવાનો અધિકાર રહેશે.

પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો કરવા વિઝા નિયમોમાં ફેરફાર

આ વિઝાના નિયમોમાં  ‘Genuine Student Test’ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. કારણ કે આ વિઝા માત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ હશે. તેઓ અભ્યાસ પૂરો કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં રહી શકતા નથી. વિઝા સંબંધિત આ ફેરફાર અંગે ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના મંત્રી ક્લે/ર ઓ'નીલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ સપ્તાહના અંતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રવાસન સ્તરને ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. અમે વારસામાં મળેલી આ નબળી સિસ્ટમને પાટા પર લાવવા માટે કામ કરી રહ્યા છીએ.

અંગ્રેજી ભાષામાં લાવવા પડશે આટલા નંબર

આ નિયમો ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈમિગ્રેશન પર રોક લગાવવા લાવવામાં આવ્યા હતા. આ નવા પેરામીટર્સમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષામાં સારા માર્ક્સ મેળવવા ફરજિયાત છે. ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે આ સ્કોર હવે 6.0 થી વધીને 6.5 થયો છે. વિદ્યાર્થી વિઝા માટે આ સ્કોર 5.5 થી વધીને 6.0 થશે. જ્યારે યુનિવર્સિટી ફાઉન્ડેશન અથવા પાથવે પ્રોગ્રામના વિદ્યાર્થીઓને આ સ્કોર 5.5ની જરૂર પડશે.

ઑસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ્સ ખૂબ વધી ગયા છે

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન તેના રેકોર્ડ પર પહોંચી ગયું છે. સપ્ટેમ્બર 2022 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે દેશની વસ્તીમાં 2.5 ટકાનો વધારો થયો છે. જેનું મહત્વનું કારણ બહારથી આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારત, ચીન અને ફિલિપાઈન્સના છે.

શું ભારતીયોને અસર થશે?

આ મામલે ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનના કમિશનર મોનિકા કેનેડીએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયન સરકારના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર જૂલાઈ 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે 382,000 સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જે 2020ની સરખામણીમાં 41.3 ટકા વધુ છે. જાન્યુઆરી-મે 2023માં ઓસ્ટ્રેલિયાએ 47,759 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા ઉપરાંત કેનેડા અને યુકેએ પણ તાજેતરમાં વિઝા નિયંત્રણો લાદ્યા છે. તેથી જો તેઓ વિઝાની જોગવાઈઓના આ નિયમોને કારણે વિઝા મેળવી શકતા નથી તો તેઓ અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોનો વિકલ્પ પસંદ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget