27 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થયા બિલ ગેટ્સ અને મેલિંડા, કહી આ વાત
બિલ ગેટ્સ અને મેલિંડાએ 1994માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 1897માં થઈ હતી. તે સમયે મેલિંડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં એક પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામ સંદર્ભે એક ડિનર દરમિયાન બિલ ગેટ્સનું દિલ મેલિંડા પર આવ્યું હતું.
ન્યૂયોર્કઃ માઇક્રોસોફ્ટના (Micorsoft) સંસ્થાપક બિલ ગેટ્સ (Bill Gates) અને તેની પત્ની મેલિંડાએ (Melinda Gates) અલગ થવાનો ફેંસલો કર્યો છે. બંનેએ લગ્નના 27 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે. મેલિંડા અને બિલ ગેટ્સે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.
શું કહ્યું નિવેદનમાં
આ નિવેદનમાં જણાવાયું છે કે, ઘણી વાતચીત અને પોતાના સંબંધ પર કામ કર્યા બાદ અમે અલગ થવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 27 વર્ષમાં અમે ત્રણ શાનદાર બાળકોને ઉછેર્યા છે. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, જે વિશ્વભરમાં લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કરે છે.
અમે આગળ સાથે કામ કરતાં રહીશું. અમે આવનારા સમયમાં પતિ પત્ની તરીકે સાથે નહીં રહી શકીએ. અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં અમને અમારા પરિવાર માટે સ્પેસ અને પ્રાઇવેસીની અપેક્ષા છે.
1994માં કર્યા લગ્ન
બિલ ગેટ્સ અને મેલિંડાએ 1994માં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત 1987માં થઈ હતી. તે સમયે મેલિંડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં એક પ્રોડક્ટ મેનેજર (Product Manager) તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામ સંદર્ભે એક ડિનર દરમિયાન બિલ ગેટ્સનું દિલ મેલિંડા પર આવ્યું હતું.
જોકે આર્થિક સંબંધોને લઈ વધુ જાણકારી સામે નથી આવી. બંને લોકો પરોપકારી કાર્યમાં લાગેલી સંસ્થા બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. જેને વર્ષ 2000માં લોન્ચ કરવામાં આવી હતી.