શોધખોળ કરો
બ્રિટનમાં લાગુ થશે નવો ઈમિગ્રેશન કાયદો, અંગ્રેજી નહીં જાણતા અને એક વર્ષ સુધી જેલમાં રહેનારા વિદેશી ગુનેગારો પર મુકાશે પ્રતિબંધ, જાણો વિગત
નવા ઈમીગ્રેશન નિયમોથી હાઇ સ્કીલ્ડ શ્રમિકોને લાભ થશે અને તેમના માટે યૂકેના વિઝા મેળવવાનું સરળ બનશે.

લંડનઃ બ્રિટનમાં નવા ઈમિગ્રેશન પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એક વર્ષથી વધારે સમય સુધી જેલમાં રહેનારા વિદેશી ગુનેગારોને બ્રિટનમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે. ભારતીય મૂળના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ સરકારના ઈમિગ્રેશનમાં સુધારાના લેટેસ્ટ પ્લાનને રજૂ કરશે. ધ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટમાં જણાવાયું છે કે, એક વર્ષથી પણ ઓછી સજા થઈ હોય તેવા પોકેટમારી કે ચોરી કરતા ગુનેગારો પર પણ પ્રતિબંધ લાગી શકે છે. આ નવા ફેરફાર બાદ ગંભીર ગુનામાં દોષી જણાયેલા લોકોને દેશમાં રોકવા માટે ઈમિગ્રેશન અધિકારી સક્ષમ બનશે. નવા કાયદો ધૃણા ફેલાવતા કે ઉપદ્રવીઓ અતવા સામાજિક તણાવ ભડકાવવાની યોજના સાથે દેશમાં વસવાની આશા રાખતા હોય તેવા લોકોને પકડવાની મંજરૂ આપી શકે છે. આ નવા ઈમીગ્રેશન નિયમો 1 જાન્યુઆરીથી બદલાઈ જશે. તેનાથી બ્રિટનમાં પ્રવેશતાં નોન હાઇસ્કિલ્ડ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થશે. અહેવાલ મુજબ, નવા ઈમીગ્રેશન નિયમોથી હાઇ સ્કીલ્ડ શ્રમિકોને લાભ થશે અને તેમના માટે યૂકેના વિઝા મેળવવાનું સરળ બનશે. આ માટે પોઇન્ટ સિસ્ટમ લાગુ કરાશે. જે મુજબ બ્રિટનમાં રહેવા અને કામ કરવા ઇચ્છુક લોકોએ અરજી કરતી વખતે વિવિધ માપદંડોના થઈ 70 પોઇન્ટ થવા જોઈએ. જે એક દાયકા પહેલા રજૂ થયેલી નવી સિસ્ટમની પુનઃ આવૃત્તિ છે. પ્રીતિ પટેલના કહેવા મુજબ, જ્યારે અમે અમારી પોઇન્ટ આધારિત સિસ્ટમ જોઈએ છીએ ત્યારે જોયું કે તેમાં ફેમિલી વિઝાનો માર્ગ નથી. સરકાર આને બદલવા માટે ઉત્સુક છે, જે માટે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની સલાહ લેવામાં આવી. આ ઉપરાંત અંગ્રેજીનું જ્ઞાન ન ધરાવતાં આર્ટિસ્ટ, એથલેટિક્સ, સંગીતકારો અને રિલિજયસ વર્કરોને લઈ પણ ઘણી ચર્ચા થઈ હતી. જે બાદ ઈમિગ્રેશન નિયમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પટેલે રવિવારે કહ્યું હતું કે, બ્રિટનના લોકોએ સરહદો પરથી નિયંત્રણ પરત લેવા અને એક નવી પોઇન્ટ આધારિત સિસ્ટમ શરૂ કરવા મતદાન કર્યું છે. હવે અમે યુરોપીય સંઘથી અલગ થઈ ચુક્યા છીએ તેથી અમારી રીતે કામ કરવા અને નિર્ણય લેવા સ્વતંત્ર છીએ.
વધુ વાંચો





















