શોધખોળ કરો
Advertisement
પાયલોટની હડતાળના કારણે બ્રિટિશ એરવેઝે તમામ ફ્લાઈટ કરી રદ્દ, 3 લાખ લોકો પર અસર
મીડિયા રિપોર્ટ્સ મુજબ સોમવાર અને મંગળવાર પાયલોટ હડતાળ પર રહેશે. એરલાઈનનાં 100 વર્ષનાં ઈતિહાસમાં આ સૌથી મોટી હડતાળ માનવામાં આવી રહી છે.
મોસ્કો: વિમાન કંપની બ્રિટિશ એરવેઝના પાયલોટની હડતાળના કારણે લગભગ પોતાની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સોમવાર અને મંગળવાર પાયલોટ હડતાળ પર રહેશે. એરલાઈનનાં 100 વર્ષનાં ઈતિહાસમાં આ સૌથી મોટી હડતાળ માનવામાં આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાયલોટની હડતાળને પહલે આશરે બે લાખથી વધુ લોકો પ્રભાવિત થશે. એરલાઈનને 704 કરોડ રૂપિયા એટલેકે 80 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે. હડતાળને કારણે ન્યૂયોર્ક, દિલ્હી, હોંગકોંગ અને જોહાનેસબર્ગની દરેક ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. આ સંદર્ભમાં કંપનીએ યાત્રીઓને કહ્યુ છે કે, જો તમારી ફ્લાઈટ રદ્દ થઈ ગઈ છે તો એરપોર્ટ પર ન જતા. હડતાળ અને ઉડાનો રદ્દ થયા બાદ રશિયાનાં વિદેશ મંત્રાલયે નાગરિકોને સચેત કર્યા છે. બ્રિટિશ એરલાઈન પાયલોટ એસોસિએશને 23 ઓગષ્ટે જ હડતાળની જાહેરાત કરી હતી. વેતન અને ભથ્થામાં ઘટાડાના વિવાદો બાદ પાયલોટોએ હડતાળનો નિર્ણય કર્યો હતો.British Airways:We understand the frustration BALPA's (British Airline Pilots' Association) strike action has caused our customers. After months of trying to resolve pay dispute, we're extremely sorry that it has come to this. We remain ready&willing to return to talks with BALPA https://t.co/Qbm5EjYFja pic.twitter.com/Ss8e6G9X29
— ANI (@ANI) September 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion