શોધખોળ કરો

યુક્રેન વિમાન દુર્ઘટનાઃ ઇરાને બ્રિટિશ રાજદૂતની કરી ધરપકડ, લોકોને ભડકાવવાનો લાગ્યો આરોપ

બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

તેહરાનઃ બ્રિટનના રાજદૂતની શનિવારે ઇરાનના તહેરાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમના આરોપ છે કે તે સરકારી વિરોધી પ્રદર્શનમાં સામેલ થયા હતા. જોકે, બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે યુક્રેનનું વિમાન ભૂલથી તોડી પાડ્યા બાદ ઇરાનમાં તમામ સ્થળો પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બ્રિટનના રાજદૂત પર પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા અને પ્રદર્શનકારીઓને ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ઇરાનનો આરોપ છે કે તેમણે ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનના રાજદૂત વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની શોકસભામાં સામેલ થયા હતા. આ દરમિયાન આ શોક સભા વિરોધ પ્રદર્શનમાં બદલાઇ ગઇ હતી. દૂતાવાસમાં પાછા ફરતી વખતે તેઓ એક સલૂનમાં વાળ કપાવવા રોકાઇ ગયા હતા જ્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં ઇન્ટરનેશનલ દબાણના કારણે તેમને મુક્ત કરી દેવાયા હતા. ઇરાનના એક ન્યૂઝપેપરે ધરપકડ બાદ રાજદૂતની ફોટો પણ ટ્વિટ કર્યો હતો. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે રાજદૂત રોબ મકાયરે અટકાયતમાં લીધા બાદ એક નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ પ્રકારના આધાર અને વ્યાખ્યા વિના તેહરાનમાં અમારા રાજદૂતની અટકાયત કરવી ઇન્ટરનેશનલ કાયદાનો ભંગ છે. મંત્રીએ ઇરાનને ચેતવણી આપી હતી કે તેમણે વાતચીત મારફતે દબાણને ઓછો કરવાની દિશામાં આગળ વધવું જોઇએ. નોંધનીય છે કે સરકાર વિરોધી પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ઇરાનના સુપ્રીમ લીડર નેતા આયતુલ્લા અલી ખામનેઇના રાજીનામાની માંગ કરી હતી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  પણ પ્રદર્શનકારીઓને પોતાનું સમર્થન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Rain Alert: ભરૂચ, સુરત, પોરબંદર, જુનાગઢમાં સહિત 9 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે

અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

Embed widget