શોધખોળ કરો

Canada: કેનેડામાં હિંદુઓએ કાઢી રેલી, લગાવ્યા ખાલિસ્તાન મુર્દાબાદના નારા

તેમણે કેનેડા પ્રત્યે પોતાની વફાદારી પણ વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ ભારત અને કેનેડા વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે

કેનેડાના બ્રૈમ્પટનમાં સોમવારે એક હજારથી વધુ કેનેડિયન હિન્દુઓ હિન્દુ સભા મંદિરની સામે એકઠા થયા હતા અને એકતા રેલી કાઢી હતી. તેમણે દેશમાં હિંદુ મંદિરો પર વારંવાર થતા હુમલાઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કેનેડાની સરકાર પર મંદિરો પર હુમલા કરનારા ખાલિસ્તાન સમર્થકો સામે કડક કાર્યવાહી કરવા દબાણ કર્યું હતું.

દરમિયાન તેઓએ ખાલિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. તેમણે કેનેડા પ્રત્યે પોતાની વફાદારી પણ વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ ભારત અને કેનેડા વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે. રવિવારે ખાલિસ્તાન સમર્થકોએ હિન્દુ મહાસભાના મંદિર પર હુમલો કર્યો હતો. તેઓએ ત્યાં હાજર સંચાલકો અને ભક્તોને માર માર્યો હતો. એટલું જ નહીં મંદિર પરિસરની બહાર લગાવેલા વિઝા કેમ્પને પણ નિશાન બનાવ્યું હતું.

ખાલિસ્તાન સમર્થકોને સમર્થન ન આપવા સરકાર પર દબાણ

Coalition of Hindus of North America (COHNA) એ આ અંગેની માહિતી ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. તેમની પોસ્ટમાં કોહનાએ દિવાળીની આસપાસ કેનેડામાં મંદિરો પર થયેલા હુમલાઓ પર પ્રકાશ પાડ્યો અને દેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને રોકવા માટે હાકલ કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું છે કે મંદિરો પર સતત હુમલાના વિરોધમાં એક હજારથી વધુ કેનેડિયન હિંદુઓ બ્રૈમ્પટનમાં એકઠા થયા હતા. અમે કેનેડાની સરકારને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. તેમજ હિંદુઓ પર હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. એકતા રેલી દ્વારા કેનેડિયન રાજકારણીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ પર ખાલિસ્તાન સમર્થકોને સમર્થન ન આપવા દબાણ કરવામાં આવ્યું હતું.

હિન્દુ કેનેડિયનો કેનેડાને ખૂબ વફાદાર છે

એકતા રેલીમાં ભાગ લેનારા એક વ્યક્તિએ કહ્યું હતું કે “એક વાત સ્પષ્ટ છે કે હિન્દુ કેનેડિયનો કેનેડા પ્રત્યે ખૂબ વફાદાર છે. કેનેડામાં હિન્દુઓ સાથે જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. અમે ઈચ્છીએ છીએ કે કેનેડા હિંદુઓ સાથે સારો વ્યવહાર કરે. અમે ઇચ્છીએ છીએ કે ભારત અને કેનેડાના સંબંધો વધુ મજબૂત બને, અમે તેનો વિરોધ કરી રહેલા લોકોની વિરુદ્ધ છીએ.

ઓટાવાથી પ્રેટ્ર અનુસાર, બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિરની સામે ખાલિસ્તાન તરફી વિરોધમાં ભાગ લેવા બદલ એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મીડિયા બાબતોના અધિકારી રિચર્ડ ચિને જણાવ્યું હતું કે પોલીસ ઇન્ટરનેટ મીડિયા પર ફરતા એક વિડિયોથી વાકેફ છે જેમાં કેનેડિયન પોલીસ અધિકારી તેના હાથમાં ખાલિસ્તાની ઝંડો પકડીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતો જોવા મળે છે. જોકે, આ પોલીસ અધિકારી તે સમયે ફરજ પર ન હતો. આ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ અંગે તપાસ ચાલી રહી છે.

ટોપ સ્ટોરી

US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Poland Crime: પૉલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોના મોત, 11 નવેમ્બર સુધી શોક, જાણો શું છે મામલો
Poland Crime: પૉલેન્ડમાં અંધાધૂંધ ફાયરિંગમાં 6 લોકોના મોત, 11 નવેમ્બર સુધી શોક, જાણો શું છે મામલો
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
ઇઝરાયેલમાં સત્તા પરિવર્તનના સંકેત!, નેતન્યાહૂને મોટો ઝટકો! આઇઝેનકોટને મળ્યું સરકાર બનાવવાનું આમંત્રણ
પેરાગ્વેમાં તખ્તાપલટ, મહાભિયોગથી દૂર કરાયા રાષ્ટ્રપતિ સૈંટીયાગો, જાણો કેમ કરવામાં આવ્યા નજરકેદ
પેરાગ્વેમાં તખ્તાપલટ, મહાભિયોગથી દૂર કરાયા રાષ્ટ્રપતિ સૈંટીયાગો, જાણો કેમ કરવામાં આવ્યા નજરકેદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget