શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Chadryaan-3 : ચંદ્રયાન-3નો ચમત્કાર, આ દેશના આકાશમાં દીધી દેખા-Photos

ઈસરોએ 20 મિનિટ પછી જાહેરાત કરી કે તે તેની સાચી ભ્રમણકક્ષામાં છે અને ચંદ્ર તરફ તેની યાત્રા શરૂ કરી છે. હવે ઓસ્ટ્રેલિયાથી ચંદ્રયાન-3ની એક તસવીર સામે આવી છે.

Moon Mission of India : ચંદ્રયાન-3, ભારતનું ત્રીજું ચંદ્ર મિશન જે 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે હવે ઓસ્ટ્રેલિયામાં હેડલાઈન્સ બનાવી રહ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) દ્વારા આ મિશનને હેવી-લિફ્ટ GSLV માર્ક III (LVM III) રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી. ઈસરોએ 20 મિનિટ પછી જાહેરાત કરી કે તે તેની સાચી ભ્રમણકક્ષામાં છે અને ચંદ્ર તરફ તેની યાત્રા શરૂ કરી છે. હવે ઓસ્ટ્રેલિયાથી ચંદ્રયાન-3ની એક તસવીર સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે તે ત્યાંના રાત્રિના આકાશમાં સુંદર રીતે ચમકી રહ્યું છે.

ISROને અભિનંદન!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીર પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી રહી છે. આ ફોટો Dylan O'Donnell દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. ડાયલન બાયરન બે ઓબ્ઝર્વેટરી ઓસ્ટ્રેલિયા માટે ફોટોગ્રાફી કરે છે. તેણે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'મેં હમણાં જ જોયું કે ભારતની સ્પેસ એજન્સીએ તેનું મૂન રોકેટ યુટ્યુબ પર લોન્ચ કર્યું અને 30 મિનિટમાં તે મારા ઘરની ઉપરથી ઉડાન ભરી! અભિનંદન @ISRO! આશા છે કે તમે ઉતરાણમાં સફળ થશો. ડાયલને તેની સાથે તેનો સુંદર ફોટો પણ ટ્વીટ કર્યો છે. ડાયલન શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન સંબંધિત વીડિયો પણ બનાવે છે.

ફોટો બદલ આભાર

અવકાશયાન આવતા મહિને ચંદ્ર પર જશે અને 23 ઓગસ્ટ સુધીમાં લેન્ડિંગની અપેક્ષા છે. ચંદ્રયાન-3 પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ISRO સેન્ટરની નજીક દર્શકો દ્વારા જીવંત જોવા મળ્યું હતું અને લાખો લોકોએ YouTube પર પ્રસારણ જોયું હતું. એક યુઝરે પોતાના ટ્વીટ પર લખ્યું, 'શું આ લોંગ એક્સપોઝર શોટ છે કે, સ્ટાન્ડર્ડ ફોટો? ગ્રેટ કેપ્ચર!" આ માટે ઓ'ડોનેલે જવાબ આપ્યો, "2 સેકન્ડ એક્સપોઝર." અન્ય યુઝરે લખ્યું હતું કે, 'શાનદાર ક્લિક.' એક યુઝરે કહ્યું હતું કે, આ ફોટો શેર કરવા બદલ ઓ'ડોનેલનો આભાર.

બેસ્ટ ફોટોગ્રાફ

અન્ય યુઝરે તેમને પૂછ્યું હતું કે, 'શું આ પર્થ કે સિડની જેવી કોઈ ચોક્કસ જગ્યાએથી છે કે પછી આખા ઓસ્ટ્રેલિયામાં જોવા મળી રહ્યું છે?' જ્યારે એક યુઝરે તેમને પૂછ્યું કે, જે સમયે ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો તે સમયે રોકેટ કેટલી ઉંચાઈ પર હતું? એક યુઝર્સે ઓ'ડોનેલને કહ્યું હતુંકે, 'સરસ શૉટ! ખબર ન હતી કે, તે ઓસ્ટ્રેલિયામાં દેખાશે!! શેર કરવા બદલ આભાર.'

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News |  ફોન લેનની કામગીરીનો પાદરામાં ખેડૂતોએ કર્યો વિરોધ, વળતર ન મળ્યાનો લગાવ્યો આરોપHarsh Sanghavi: કાયદા-વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠકAhmedabad Bopal Accident case: બોપલ-આંબલી રોડ પર  અકસ્માત કેસમાં મોટા સમાચાર, નબીરા રીપલ પંચાલ સામે નોંધાયા બે ગુનાAhmedabad Accident : અમદાવાદમાં નબીરાએ નશામાં પૂરપાટ ઓડી ચલાવી સર્જ્યો અકસ્માત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
IPL Auction 2025: સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
સીએસકેમાં સેમ કરનની વાપસી, ફાફ ડુ પ્લેસિસ સાથે થઈ ગઈ મોટી ગેમ; દિલ્હીએ સસ્તામાં ખરીદ્યો
Embed widget